Mumbai

મુંબઈ એરપોર્ટ પર 24 મહિલા 38 કરોડનાં સોના સાથે ઝડપાઈ

By GS Team
11 Apr 20261 min read
મુંબઈ એરપોર્ટ પર 24 મહિલા 38 કરોડનાં સોના સાથે ઝડપાઈ

કેન્યાથી સોનું સંતાડીને લઈ આવી હતી   

મહિલાઓને સોનું સંતાડવાની તથા  સિક્યોરિટીને ચકમો આપવાની ખાસ ટ્રેનિંગ અપાઈ હતીે

મુંબઈ -  મુંબઈ એરપોર્ટ પર એક મોટી કાર્યવાહીમાં ડીઆરઆઈ દ્વારા ૨૪ મહિલાઓને ૩૭.૭૪ કરોડનાં સોના સાથે ઝડપી  લેવામાં આવી હતી. 

આ મહિલાઓ પાસેથી કુલ ૨૯.૩૭ કિલો સોનું જપ્ત કરાયું હતું.  

એક ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ દ્વારા ઓપેરશન ધહાબુ  બ્લિટ્ઝ હાથ ધરાયું હતું. સ્વાહિલી ભાષામાં સોના માટે  ધહાબુ શબ્દ વપરાતો હોવાથી ઓપરેશનને આ નામ અપાયું હતું. આ વર્ષમાં એરપોર્ટ પર સોનાની આ સૌથી  મોટી ખેપ પકડાઈ છે. 

ડીઆરઆઈને બાતમી મળી હતી કે કેન્યાના નૈરોબીથી આ મહિલાઓ સોનું લઈને આવી રહી છે. એરપોર્ટ પર તેમને અટકાવતાં તેમના સામાનમાંથી ૨૫.૧૦ કિલો સોનાના બાર્સ તથા ૪.૨૭ કિલો જ્વેલરી મળી આવ્યાં હતાં. 

આ મહિલાઓને સોનું કઈ રીતે સંતાડવું તથા સિક્યોરિટી ચેકિંગમાં કઈ રીતે ચકમો આપવો તેની ખાસ ટ્રેનિંગ અપાઈ હતી. આમ આ મહિલાઓ એકલદોકલ નહિ પરંતુ એક સુવ્યવસ્થિત સિન્ડિકેટના ભાગરુપે આવી હોવાનું પ્રસ્થાપિત થયું  હતું. 

આ મહિલાઓને સામૂહિક રીતે સોનું સંતાડીને મોકલવાનાં રેકેટનો સૂત્રધાર કોણ છે તેની તપાસ હાથ ધરાઈ છે.