આજથી રહેણાંક સિવાય તમામ માટે 20 ટકા કાપઃ બાંધકામો માટે પાણી બંધ

વરસાદમાં
વિલંબ સર્જાતાં મુંબઈ માથે મોટું જળસંકટ
મોટા
ઈન્ફ્રા પ્રોજેક્ટસ સહિત તમામ બાંધકામો ઠપ
થવાની વકીઃ સ્વિમિંગ પુલો બંધ પડી શકેઃ તમામ કર્મશિઅલ- ઔદ્યોગિક એકમો પર ૨૦ ટકા
કાપ
પેકેજ્ડ
વોટર પ્લાન્ટસને અપાતું પાણી પણ ઘટાડાતાં વોટર બોટલોની પણ અછત સર્જાવાની શંકાઃ રેલવે,
રિફાઈનરીઓને અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવા સૂચનાઃ ફક્ત ૧૦ ટકા પાણી
બચ્યું છે
મુંબઈ
- વરસાદમાં વિલંબ થતાં મુંબઈને
પાણી પૂરું પાડતાં જળાશયોમાં જળસંગ્રહ ઘટીને ૧૦ જ ટકા થઈ જતાં મુંબઈ મ્યુનિસિપલ
કોર્પોરેશને આવતીકાલથી તમામ કમર્શિઅલ અને
વાણિજયિક એકમો માટે પાણી કાપ વધારીને ૨૦ ટકા કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તમામ
બાંધકામ સાઈટ્સ તથા સ્વિમિંગ પુલોના પાણી
જોડાણ અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
કોઈ
નવી બાંધકામ સાઈટ્ને હવે પાણી કટોકટી હળવી ન થાય ત્યાં સુધી નવું પાણી જોડાણ નહિ
અપાય. બીએમસીના આ નિર્ણયથી અનેક સ્વિમિંગો પુલો બંધ થાય તથા મેગા ઈન્ફ્રાસ્ટ્રકચર
પ્રોજેક્ટસ સહિત કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પર માઠી અસર થાય તેવી શક્યતા છે. આ
ઉપરાંત ફેક્ટરીઓ તથા મોલ સહિતના એકમોને પણ
વ્યાપક અસર થશે.
પાલિકાએ
સ્પષ્ટ કર્યું છે કે હાલની પરિસ્થિતિમાં પીવાના પાણી માટે જ અગ્રતા અપાશે. પેકેજ્ડ વોટર અને એરેટેડ વોટર બોટલિંગ
પ્લાન્ટને અપાતું પાણી પણ માત્ર કર્મચારીઓની પીવાના પાણીની જરૃરિયાત પૂરતું
મર્યાદિત કરવામાં આવશે. તમામ સ્પોર્ટસ ક્લબને અપાતાં પાણી પર પણ ૨૦ ટકા કાપ લાદી
દેવાયો છે.
મુંબઈને
દરરોજ આશરે ૪,૬૬૪ મિલિયન લિટર પાણીની જરૃરિયાત છે, જ્યારે હાલ
સરેરાશ ૪,૧૦૦ મિલિયન લિટર પાણી પુરું પાડવામાં આવે છે.
ચોમાસાની મોસમ શરૃ થવા છતાં જળાશયના વિસ્તારોમાં
પૂરતો વરસાદ ન પડતાં આજ સુધી
ઉપલબ્ધ પાણી સંગ્રહ માત્ર ૧૦.૩૫ ટકા જ રહ્યો છે. વરસાદ વધુ લંબાશે તો પરિસ્થિતિ
વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહા
પાલિકાએ જાહેર શૌચાલયો, બગીચાઓ, વાહન ધોવા અને અન્ય ગૌણ ઉપયોગો માટે બોરવેલ,
કૂવા અથવા ટન્કરના પાણીનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. રેલવે,
બંદર, ઓઈલ
કંપનીઓ અને અન્ય મોટી સંસ્થાઓને પણ ગૌણ ઉપયોગ માટે શુદ્ધ કરાયેલા ગંદા પાણી
(એસટીપી ટ્રીટેડ વોટર)ના પુનઃઉપયોગનો આગ્રહ કરવામાં આવ્યો છે.
મુંબઈમાં વોટર રેશનિંગ
- સાતેય જળાશયો મળીને માત્ર ૧૦.૩૫ પાણી સંગ્રહ બાકી
-તમામ બાંધકામોના પાણી જોડાણો અસ્થાયી રીતે બંધ
- નવા બાંધકામોને પાણી જોડાણ મંજૂરી પર રોક
-તમામ સ્વિમિંગ પૂલના પાણી જોડાણો ખંડિત
-ઉદ્યોગો, વેપારી સંસ્થાઓ અને સ્પોર્ટ્સ ક્લબ માટે
૨૦ટકા પાણી કાપ
- પાણીનો બગાડ કરનાર સામે કડક કાર્યવાહી




