Mumbai

રત્નાગીરીમાં 2 મહિલા સરકારી કર્મચમારી લાંચ લેતાં ઝડપાઈ

By GS Team
16 May 20261 min read
રત્નાગીરીમાં  2  મહિલા સરકારી કર્મચમારી લાંચ લેતાં ઝડપાઈ

જમીન રેકર્ડ અપડેટ કરવા પૈસા માગ્યા

મહેસૂલ ખાતાંની ઓફિસમાં જ એસીબી દ્વવારા છટકું ગોઠવાયું

મુંબઈ     રત્નાગિરિમાં જમીનના રેકોર્ડ અપડેટ કરવા માટે ૨૦,૦૦૦ રૃપિયાની લાંચ લેવાના ના આરોપમાં મહેસૂલ વિભાગની બે મહિલા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, એમ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

    એન્ટી કરપ્શન બ્યુરોના રત્નાગિરી યુનિટે કોતવાલ તલાટી  સંજના નંદકુમાર માને (૪૧) અને રાજાપુરના તલવાડે ખાતે તૈનાત સર્કલ ઓફિસર પૂનમ જયસિંહ ગાવિત (૩૭) વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, એમ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ નાયબ પોલીસ  (એસીબી-રત્નાગિરી) અવિનાશ પાટીલે જણાવ્યું હતું.

    એસીબીના જણાવ્યા અનુસાર  ફરિયાદીના માતા-પિતા રાજાપુરના જાવલેથરમાં પૈતૃક જમીન ધરાવતા હતા.તેમણે સ્થાનિક મહેસૂલ કચેરીમાં અરજી કરી હતી કે  પતિનું નામ જમીનના રેકોર્ડમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવે.

   ગાવિતે શરૃઆતમાં અરજી પર પ્રક્રિયા કરવા અને કાર્ય પૂર્ણ કરવા માટે માને મારફત  રૃ પચ્ચીસ હજારની  માંગણી કરી હતી.તેણે  વાટાઘાટો પછી આ  રકમ ઘટાડીને રૃ.૨૦ હજાર  કરી હતી, એમ  ડીવાયએસપી  પાટીલે જણાવ્યું હતું.

    લાંચ આપવા તૈયાર ન હોવાથી પીડિત મહિલાએ  એસીબીનો સંપર્ક કર્યો અને ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી.

   અધિકારીએ જણાવ્યું હતું કે આથી એન્ટી કરપ્શન બ્યુરોએ સર્કલ ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું.તેમણે સંજના માનેને સર્કલ ઓફિસર પૂનમ વતી લાંચ સ્વીકારતી વખતે રંગે હાથે પકડી  લીધી હતી.