Mumbai

શરીરમાં 7 કરોડના હીરા છૂપાવી બેંગકોક લઈ જતા 2 ઝડપાયા

By GS Team
14 May 20261 min read
શરીરમાં 7 કરોડના હીરા છૂપાવી બેંગકોક લઈ જતા 2 ઝડપાયા

ફલાઈટ પકડે તે પહેલાં જ અટકાવાયા

ટ્રીપ માટે ૧૫ હજાર મળવાના  હતાઃ ગુદા માર્ગેથી કેપ્સ્યુલ્સ બહાર કાઢવામાં આવી

મુંબઈ  -  મુંબઈથી બેંગકોક ગેરકાયદેસર રીતે છૂપાવીને લઈ જવાતા ૫.૭૦ કરોડના હીરા  સાથે બે પ્રવાસીઓની ધરપકડ કરાઈ હતી. આ બંને પ્રવાસીઓ કેરિયર હતા અને ફક્ત ૧૫-૧૫ હજાર રુપિયાનાં ટ્રીપ દીઠ મહેનતાણાંના બદલામાં તેમણે આ રીતે હીરા લઈ જવાનું સ્વીકાર્યું હતું

ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના  સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ  તામિલનાડુના રહેવાસી ઈમ્તિયાઝ મોહમ્મદ મારસુક(૩૧) અને સૈબુ અલીખાન શેખ (૩૧) ભારતમાંથી મોટા જથ્થામાં હીરાની દાણચોરી કરવાનો પ્રયાસ કરવાના  હોવની બાતમી મળી હતી.

એરપોર્ટ પર એરાઈવલ વખતે જ આ બંને પ્રવાસીઓને અટકાવી ઝડતી લેવાતાં એક્સ રેમાં તેમના શરીરમાં ઈંડા આકારના પેકેજ છૂપાવેલાં દેખાયાં હતાં પ્રવાસીઓના  ગુદામાર્ગમાંથી આ પેકેજીસ કાઢવામાં આવતાં તેમાંથી ઈંડા આકારની ચાર કેપ્સ્યુલ્સ મળી  હતી.  આ કેપ્સ્યુલ્સમાં ૨૦ નાનાં પાઉચમાં હીરા છૂપાવાયેલા મળ્યા હતા.

બંનેએ દાવો કર્યો હતો કે મુંબઈના એક અજાણ્યા શખ્સે આ હીરા તેમને આપ્યા હતા. બેંગકોક ટ્રીપ માટે તેમને ૧૫ હજાર રુપિયા મળવાના હતા. આ બંને કેરિયર  દાણચોરી સિન્ડિકેટનો એક ભાગ હોવાની શંકા છે.

ડીઆરઆઈએ આ બંનેની ધરપકડ કરી છે. આ રીતે હીરા કોણે મોકલ્યા હતા અને તેની પાછળ શું રેકેટ છે તે શોધવા  તપાસ હાથ ધરાઈ છે.