Mumbai

ફોટો પડાવવા ટ્રેનની છત પર ચડેલા ૧૪ વર્ષીય તરુણનું મોત

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
ડોંબિવલીનો 14 વર્ષીય યજ્ઞા શેટ્ટી ક્લાસને બદલે મિત્રો સાથે ઠાકુર્લી યાર્ડમાં ગયો હતો. ત્યાં ઉભેલી ટ્રેનની છત પર ફોટો પડાવતી વખતે તે ઓવરહેડ વાયરના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી નીચે પટકાયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યો. વિષ્ણુનગર પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફોટો પડાવવા ટ્રેનની છત પર ચડેલા ૧૪ વર્ષીય તરુણનું મોત

ઓવરહેડ વાયરના સંપર્કમાં આવતા કરુણાંતિકા

ડોંબિવલીનો રહેવાસી યુવાન ક્લાસમાં જવાને બદલે મિત્રો સાથે ઠાકુર્લી યાર્ડમાં ગયો અને મોતને ભેટયો

મુંબઈ - થાણે જિલ્લાના ઠાકુર્લી યાર્ડમાં ઊભેલી ટ્રેનની છત પર ફોટો પડાવવા માટે ચઢેલા ૧૪ વર્ષીય કિશોરનું ઓવરહેડ વીજતારના સંપર્કમાં આવતાં મોત થયું હતું. આ ઘટના ગુરુવારે રાત્રે બની હોવાનું એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. મૃતકની ઓળખ ડોમ્બિવલી પશ્ચિમના રહેવાસી યજ્ઞા સુરેશ શેટ્ટી તરીકે થઈ છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, યજ્ઞા નિયમિત કોચિંગ ક્લાસમાં જવાને બદલે પોતાના બે મિત્રો સાથે ઠાકુર્લી યાર્ડમાં ગયો હતો. તેના બંને મિત્રો નીચે ઊભા રહ્યા હતા અને મોબાઇલ ફોનથી યજ્ઞાના ફોટા પાડી રહ્યા હતા. આ દરમિયાન યજ્ઞા ઊભેલી ટ્રેનના ડબ્બાની છત પર ચઢી ગયો હતો.

સ્ટેશનરી ટ્રેનની છત પર ફોટા પડાવતી વખતે યજ્ઞાનો લાઈવ ઓવરહેડ ટ્રેક્શન વાયર સાથે અકસ્માતે સંપર્ક થયો અથવા તે તેની ખૂબ નજીક પહોંચી ગયો હતો. વીજ કરંટ લાગતાં તે બેભાન થઈ ગયો હતો અને ડબ્બાની છત પરથી નીચે પટકાયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ હોસ્પિટલ પહોંચતા જ તેને મૃત જાહેર કર્યો હતો.

આ બનાવ અંગે વિષ્ણુનગર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ ૧૯૪ હેઠળ આકસ્મિક મૃત્યુનો અહેવાલ (એડીઆર) નોંધ્યો છે.