Mumbai

આજે રક્ષાબંધન નિમિત્તે બેસ્ટની વધારાની ૧૩૬ બસ દોડશે

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે, બેસ્ટ દ્વારા 28 ઓગસ્ટે મુંબઈ શહેરમાં 136 વધારાની બસો દોડાવાશે. સવારે 10:30 થી શરૂ થતી આ સેવા ઘાટકોપર-બોરીવલી, અંધેરી-બોરીવલી, કુર્લા-વાશી જેવા 26 ડેપોમાંથી ઉપલબ્ધ થશે. મુસાફરોની ભીડ નિયંત્રિત કરવા અધિકારીઓ પણ તૈનાત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે રક્ષાબંધન નિમિત્તે બેસ્ટની વધારાની ૧૩૬ બસ દોડશે

૨૬ ડેપોમાંથી આજે વિશેષ બસ સેવા

ઘાટકોપર-બોરીવલી, અંધેરી-બોરીવલી, કુર્લા-વાશી, મુલુન્ડ-મીરાં રોડ પર વધુ બસો મૂકાશે

મુંબઈ -  રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને બેસ્ટ દ્વારા ૨૮ ઓગસ્ટે મુંબઈ શહેર અને ઉપનગરોમાં ૧૩૬ વધારાની બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. વધારાની બસ સેવા સવારે ૧૦ઃ૩૦ વાગ્યાથી શરૃ થઈને દિવસભર ચાલુ રહેશે. તહેવારને કારણે મુસાફરોની સંખ્યામાં વધારો થવાની શક્યતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ ૨૬ ડેપોમાંથી વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.

વધારાની  બસો માટેના મુખ્ય માર્ગોમાં કોલાબા-વરલી, સાયન-મુલુંડ, દાદર-પરેલ, મુંબઈ સેન્ટ્રલચેમ્બુર, કુર્લા-વાશી, સાંતાક્રુઝ-નેરુલ, અંધેરી-બોરીવલી, ગોરેગાંવ-મુલુંડ, ઘાટકોપર-બોરીવલી, વિક્રોલી-બાંદ્રા, મુલુંડ-મીરા રોડ, મજાસ-થાણે અને માલવણીસાંતાક્રુઝનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જૂહૂ, પવઈ, થાણે, ઐરોલી, સીબીડી બેલાપુર, કળંબોલી, નેરુલ, ખારઘર, મીરા રોડ અને ભાયંદર જેવા વિસ્તારોને પણ વધારાની બસ સેવાથી જોડવામાં આવશે.

બેસ્ટ દ્વારા મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે પસંદગીના બસ સ્ટોપ પર બસ નિરીક્ષકો, પરિવહન અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવશે. મુસાફરોની સંખ્યા અપેક્ષા કરતાં વધી જાય તો જરૃરિયાત મુજબ વધુ બસો દોડાવવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. બેસ્ટે મુસાફરોને તહેવારના દિવસે મુસાફરીનું અગાઉથી આયોજન કરવા અને વધારાની બસ સેવાનો લાભ લેવા અપીલ કરી છે.