વેસ્ટર્ન ના સ્ટેશનો પર થૂંકતા ૧૨ હજાર પ્રવાસીઓને ૨૭ લાખનો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વેસ્ટર્ન રેલવેની ચાર મહિના ઝુંબેશ
સ્ટેશનોને ગંદા કરતા સૌથી વધારે ૧૨૪૨ પ્રવાસીઓ વિરારમાં ઝડપાયા
મુંબઇ - રેલવે સ્ટેશનોના પૂલ અને પ્લેટફોર્મ ઉપર જ્યાં-ત્યાં થૂંકીને ગંદકી કરતા પ્રવાસીઓ વિરૃદ્ધ વેસ્ટર્ન રેલવેએ ઝુંબેશ આદરીને છેલ્લાં ચાર મહિનામાં ચર્ચગેટ-વિરાર વચ્ચે ૧૨ હજારથી વધુ પેસેન્જરોને પકડયા હતા. આ પ્રવાસીઓ પાસેથી ૨૭.૧૮ લાખ રૃપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા.
પાન અને ગ્ ાુટકા ખાઇને થૂંકતા પ્રવાસીઓ ભીંતો, રેલવે બ્રિજના દાદરા ઉપર તેમજ ખૂણેખાંચરે થૂંકીને બારે ગંદકી ફેલાવતા હોય છે. એટલે જ ચર્ચગેટ-વિરાર વચ્ચે આવેલા ૩૪ સ્ટેશનો ઉપર એપ્રિલથી જુલાઇ આ ચાર મહિના દરમ્યાન દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આમાં સૌથી વધુ થૂંકણિયા વિરારમાં પકડાયા હતા. વિરારમાં ૧,૨૪૨ પ્રવાસીઓ થૂંકતા ઝડપાયા હતા. તેમની પાસેથી ૪.૩૧ લાખ રૃપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે ચર્ચગેટ સ્ટેશન પર ૪૮૫ પ્રવાસીને પકડવામાં આવ્યા હતા અને ૮૦ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.









