Mumbai

મહારાષ્ટ્રમાં ધો.૧૧ની હજુ ૧૦.૬૨ લાખ સીટ્સ ખાલી

By GS Team
16 Jul 20261 min read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં ધો. 11ની પ્રવેશ પ્રક્રિયામાં પાંચ રાઉન્ડ બાદ પણ 10.62 લાખથી વધુ બેઠકો ખાલી છે. રાજ્યભરમાં 11.63 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. મુંબઈમાં વિદ્યાર્થિનીઓના વિશેષ રાઉન્ડમાં 15,780 પ્રવેશ થયા. હવે, પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ માટે 16 થી 22 જુલાઈ દરમિયાન વધુ એક રાઉન્ડ યોજાશે, જેનું મેરિટ 20મીએ જાહેર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં ધો.૧૧ની હજુ ૧૦.૬૨ લાખ સીટ્સ ખાલી

પાંચ રાઉન્ડ બાદ પણ બેઠકો ભરાઈ નહીં

વિદ્યાર્થિનીઓના વિશેષ રાઉન્ડમાં મુંબઈમાં ૧૫,૭૮૦ પ્રવેશ, વિદ્યાર્થીઓ માટે ફરી એક રાઉન્ડ

મુંબઈ - મહારાષ્ટ્રમાં ધો.૧૧ની કેન્દ્રીય ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં અત્યારસુધીમાં ૧૧.૬૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ નિશ્ચિત કર્યો છે. છતાં રાજ્યભરમાં હજુ પણ ૧૦.૬૨ લાખથી વ ધુ બેઠકો ખાલી પડી છે. અત્યારસુધીમાં ત્રણ સામાન્ય અને બે વિશેષ રાઉન્ડ પૂર્ણ થયાં છે. ખાસ કરી વિદ્યાર્થિનીઓ માટે યોજાયેલ વિશેષ રાઉન્ડમાં ૫૩,૮૨૪માંથી ૪૭,૩૩૦ વિદ્યાર્થિનીઓએ પ્રવેશ લીધો છે. જેમાં મુંબઈ વિભાગમાં ૧૫,૭૮૦ વિદ્યાર્થિનીઓએ પ્રવેશ લીધો.

અત્યારસુધી  જેમને પ્રવેશ મળ્યો નથી. તેમને માટે ૧૬થી ૨૨ જુલાઈ દરમ્યાન વધુ એક એડમિશન રાઉન્ડ લેવાશે. જેનું મેરિટ ૨૦મીએ જાહેર કરાશે અને ૨૦થી ૨૨ દરમ્યાન વિદ્યાર્થીઓએ કૉલેજમાં પ્રત્યક્ષ જઈ પ્રવેશ લેવાનો રહેશે.

રાજ્યની ૯૬૯૭ જૂનિયર કૉલેજોમાં કુલ ૨૨.૨૫ લાખથી વધુ બેઠકો ઉપલબ્ધ છે. અત્યારસુધીમાં લગભગ ૧૪.૮૮ લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. પરંતુ તેની સરખામણીએ એડમિશન માત્ર ૧૧.૬૩ લાખ વિદ્યાર્થીઓના થયા છે. આથી હજીયે રાજ્યમાં ૧૦.૬૨ લાખથી વધુ સીટ્સ ખાલી હોવાનું જાણવા મળ્યું છે.