મોરબીમાં ભાજપના નગરસેવિકાના પતિ દ્વારા લાચાર મહિલા પર દુષ્કર્મ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોરબી: મોરબીના મહિલા કોર્પોરેટરના પતિએ પરિણીત મહિલાને ઉછીની આપેલી રકમના બદલે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવાઇ છે. દુષ્કર્મને લીધે ગર્ભવતી બનેલી મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ આરોપીએ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લેતા અંતે મામલો પોલીસમાં પહોંચ્યો છે.
મોરબીની રહેવાસી એક પરિણીત મહિલાએ મોરબી મનપાના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેષ માકાસણા વિરૂધ્ધ નોંધાવેલી દુષ્કર્મની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે પાંચ વર્ષ પૂર્વે પતિની બીમારીની સારવાર માટે આરોપી શૈલેષ માકાસણા પાસેથી ૧ લાખ ઉછીના લીધા હતા, જે રકમના બદલામાં આરોપીએ અવારનવાર શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને પરિણીતાની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. એ દુષ્કર્મને પગલે પરિણીતા ગર્ભવતી બની હતી, જેથી આરોપીએ બાળકની જવાબદારી તે નિભાવશે તેવો વાયદો કરતાં ગર્ભપાત કરાવ્યો ન હતો અને ભોગ બનનાર પરિણીતાએ બાળકને જન્મ આપ્યો હતો.
જો કે, બાળકના જન્મ બાદ બાળકની કોઇ જવાબદારી આરોપી નિભાવતો ન હતો તેથી પરિણીતાએ આરોપી વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સિટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.
અગાઉ બહુચર્ચિત જુગાર રેડમાં નામ ખુલ્યું હતું
આરોપી શૈલેષ માકાસણા મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. ૮નાં મહિલા કોર્પોરેટરના પતિ છે. અગાઉ ટંકારા-ધુનડા રોડ પર બહુચર્ચિત જુગાર રેડમાં પણ તેમનું નામ ખુલ્યું હતું. હવે દુષ્કર્મની પોલીસ ફરિયાદ થઇ છે.




