Morbi
મચ્છુ-3 ડેમમાં ચાર યુવાનો ડૂબ્યા, બે બચાવાયા, બે લાપતા
By GS Team
24 Sep 20261 min read
મોરબીમાં ગણેશ વિસર્જન પૂર્વે મચ્છુ 3 ડેમમાં દુર્ઘટના સર્જાઈ હતી. મોડી સાંજે 4 યુવાનો ગણેશ વિસર્જન કરવા ગયા હતા, ત્યારે તેઓ પાણીમાં ડૂબી ગયા. ફાયર ટીમે તુરંત પહોંચી 2 યુવાનોને બચાવ્યા હતા. જ્યારે અન્ય 2 યુવાનો હજુ લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે. પાલિકાએ વૈકલ્પિક સ્થળ સૂચવ્યું હોવા છતાં આ ઘટના બની હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

મોરબી : શુક્રવારે ધામધૂમથી ગણેશ વિસર્જન કરાય તે પૂર્વે જ આજે મચ્છુ ૩ ડેમમાં ગણેશ વિસર્જન કરતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. ચાર યુવાનો ડૂબ્યા હતા જેમાં બેને બચાવી લીધા છે તો બે હજુ લાપતા છે.
મોરબી મહાપાલિકા દ્વારા આ વખતે ગણેશ વિસર્જન માટે અલગ સ્થળ નક્કી કરવામાં આવ્યું છે જે માટે મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો, છતાં મચ્છુ ૩ ડેમમાં મોડી સાંજના સમયે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. મોરબી ફાયર ટીમને કોલ મળતા તુરંત રેસ્ક્યુ શરૂ કરી બેને બચાવી લીધા હતા. જોકે બે હજુ લાપતા છે, જેની ટીમો શોધખોળ ચલાવી રહી છે.