Gujarat

મોરબીનાં 250 આરોગ્ય કર્મીઓનું ડીજીટલ આંદોલન

By GS Team
20 Jul 20201 min read
This article was originally published on 20 Jul 2020
મોરબીનાં 250  આરોગ્ય કર્મીઓનું ડીજીટલ આંદોલન

રાજ્યભરનાં આરોગ્ય કર્મીઓનાં પડતર પ્રશ્ને લડત

મોરબી, તા. 20 જુલાઈ, 2020, સોમવાર

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પેના પડતર પ્રશ્ન અંગે ડીજીટલ આંદોલન ચલાવી  રહ્યા છે. જેમાં મોરબીના ૨૫૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ પણ જોડાયા છે અને આંદોલનને વેગવંતુ બનાવ્યું છે 

ગુજરાત રાજ્યના કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા વર્ષો જુના પડતર પ્રશ્ન ૨૮૦૦ ગ્રેડ પે ની માંગ સાથે બે બે વખત થયેલ આંદોલન બાદ સરકારે કોઈ પ્રત્યુતર આપ્યો ના હોય જેથી હાલ સોશ્યલ મીડિયા પર આંદોલન કરવામાં આવી રહ્યું છે 

ટ્વીટર પર ૧.૭૦ લાખ જેટલા કર્મચારીઓ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યા હતા જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ પણ ડીજીટલ આંદોલનમાં જોડાયા હતા. અને સરકાર જલ્દી માંગ પૂરી કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી રહી છે તેમ મોરબી જિલ્લા વિવિધલક્ષી આરોગ્ય (પુ.) કર્મચારી મંડળે જણાવ્યું હતું