Gujarat

મોરબીના બે બાળકો સહિત 3ના કોરોના સેમ્પલ લેવાયા

By GS Team
15 Apr 20201 min read
This article was originally published on 15 Apr 2020
મોરબીના બે બાળકો સહિત 3ના કોરોના સેમ્પલ લેવાયા

મોરબી, તા. 15 એપ્રિલ 2020 બુધવાર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલા મોરબીના બે બાળકો અને એક વૃદ્ધમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા છે.

મોરબી શહેરમાં રહેતા 4 મહિનાના બાળક અને 2 વર્ષના બાળક તેમજ 55 વર્ષના વૃધ્ધ હાલ રાજકોટ સારવારમાં છે. જેમના કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ લેવાયા છે.

જેમના આજ સાંજ સુધીમાં રિપોર્ટ આવાની સંભાવના છે. ગઈકાલના મોરબી સિવિલમાં દાખલ મોરબીના વૃધ્ધા અને આજે રાજકોટ સારવારમાં રહેલા 3 લોકો સહિત કુલ ચાર લોકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.