Morbi

વસુંધરા ગામે દૂધ મંડળીમાં છરી-પાઈપથી પશુપાલકની ઘાતકી હત્યા, ભત્રીજો ઘાયલ

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
મોરબીના વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે જૂની અદાવતમાં હથિયારધારી ટોળકી દૂધ મંડળીમાં ધસી આવી હતી. 'અમારા છોકરાને કેમ માર્યા?' કહી 3000 લિટર દૂધ ઢોળી, વચ્ચે પડેલા વિરમભાઈ સરૈયા (ઉ.વ.37) પર છરીના 5-6 ઘા ઝીંકી હત્યા કરી હતી. મૃતકના ભત્રીજાને પણ ઇજા થતાં રાજકોટ ખસેડાયો. વાંકાનેર પોલીસે 10 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વસુંધરા ગામે દૂધ મંડળીમાં છરી-પાઈપથી પશુપાલકની ઘાતકી હત્યા, ભત્રીજો ઘાયલ

મોરબી : વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે જૂની માથાકૂટનો ખાર રાખીને હથિયારોથી સજ્જ ટોળકી દૂધ સહકારી મંડળીમાં ધસી આવી હતી. 'અમારા છોકરાને કેમ માર્યા?' કહીને તોડફોડ શરૂ કરી ત્રણ હજાર લિટર જેટલું દૂધ ઢોળી નાખ્યા બાદ વચ્ચે પડેલા પશુપાલક યુવાન પર છરી વડે પાંચ-છ ઘા ઝીંકી હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં મૃતકના ભત્રીજાને પણ પાઈપનો ઘા વાગતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ૧૦ શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેરના વસુંધરા ગામના લાલાભાઈ સામંતભાઈ સરૈયાની ફરિયાદ મુજબ, ગઈકાલે સાંજે તેઓ ભાઈ વિરમભાઈ (ઉ.વ.૩૭) તથા પુત્ર ગૌતમ ઉર્ફે ગોપાલ સાથે દૂધ સહકારી મંડળીમાં માલઢોરનું દૂધ આપવા ગયા હતા. દરમિયાન મામાના દીકરા ભરતભાઈનો ફોન આવ્યો હતો અને ગામમાં ગાડીઓ આવતી હોવાની જાણ કરી હતી. થોડીવારમાં ક્રેટા, થાર અને સ્વિફ્ટ સહિત પાંચ ગાડીઓમાં નકુલ હુંબલ, વિશાલ ચાવડા, પરેશ ડાંગર, લાલો ડાંગર, મુકેશ ડાંગર, માંડણ ડાંગર, પ્રભાત ડાંગર, એભલ ડાંગર, ધીરૂભાઈનો ભાણેજ નિર્મળ આહીર તથા અજાણ્યા શખ્સ સહિતનાઓ લાકડી, લોખંડની પાઈપ, ધારિયા અને છરી લઈને ધસી આવ્યા હતા.
આ શખ્સોએ 'અમારા છોકરાને કેમ માર્યા?' કહીને ઝઘડો શરૂ કરી દૂધ મંડળીમાં તોડફોડ કરી હતી અને ત્રણ હજાર લિટર દૂધ ઢોળી નાખ્યું હતું. જેથી ગૌતમ અને વિરમભાઈ વચ્ચે પડતાં હુમલો થયો હતો. ગૌતમના માથામાં પાઈપનો ઘા મારતાં તે નીચે પટકાયો હતો, જ્યારે વિરમભાઈ પર છરી વડે હુમલો કરાતા લોહીલુહાણ થઈ ઢળી પડયા હતા. પરિવારજનો વચ્ચે પડતાં હુમલાખોરો વાહનોમાં બેસી રાજકોટ તરફ નાસી છૂટયા હતા. ઈજાગ્રસ્ત વિરમભાઈ અને ગૌતમને કુવાડવા સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તબીબોએ વિરમભાઈને મૃત જાહેર કર્યા હતા. ગૌતમને માથામાં દસ ટાંકા આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો હતો. આ મામલે

  • અગાઉ હોટેલ પર થયેલી માથાકૂટનો ખાર કારણભૂત
    વસુંધરા ગામના પાટિયા પાસે હોટેલ ધરાવતા કુટુંબીજનોના કોઈ યુવક સાથે અગાઉ માથાકૂટ થઈ હોવાનો અને તેનો ખાર રાખીને આ હુમલો કરાયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે ૧૦ શખ્સો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.