મોરબી,તા.૧૨
કોરોના લોકડાઉન અમલી છે ત્યારે મોરબીમાં બે યુવાનોએ ડ્રોન
કેમેરાથી તમાકુવાળા માવા રાખી ડ્રોન કેમેરા ઉડાડી પ્રસિદ્ધી મેળવવા વિડીયો
ટીકટોકમાં અપલોડ કર્યો હોય જે બનાવ પોલીસને ધ્યાને આવતા તાકીદે તપાસ કરીને બંને
આરોપીને દબોચી લેવાયા છે
ટીકટોકમાં વાયરલ થયેલા વિડિયોની ખરાઈ કરી પોલીસ દ્વારા
બન્નેને દબોચી લેવાયા
કોરોના લોકડાઉનને
પગલે જાહેરનામાં અમલી હોય અને પોલીસ ટીમો બિનજરૃરી લોકોના એકત્ર થતા રોકવા
પેટ્રોલિંગ કરી રહ્યા હોય દરમિયાન મોબાઈલ ફોનમાં ટીકટોક એપ્લીકેશનમાં એક ઇસમ
મોરબીમાં ડ્રોન કેમેરો ઉડાડી તમાકુવાળા માવા રાખી વેચાણ માટેનો વિડીયો બનાવી
પોતાના ટીકટોક એકાઉન્ટમાં અપલોડ કરી વાઈરલ કર્યો હોય જેથી વિડીયોની ખરાઈ કરતા તે
મોરબીના સામાકાંઠે ગીતાપાર્ક શેરી નં ૦૩ ષિકેશ વિધાલય પાસેનો હોવાનું જાણવા મળ્યું
હતું.
જેને પગલે બી ડીવીઝન પોલીસે તુરંત તપાસ કરતા બે ઈસમો ડ્રોન
ઉડાડી તમાકુવાળા માવા વેચાણ માટેનો વિડીયો વાયરલ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું
જેથી પોલીસે આરોપી હિરેન બાબુભાઈ ગરધરીયા (ઉ.વ.૨૯) )રહે ગીતાપાર્ક શેરી નં .૩) અને
રવિ ધીરજલાલ ભડાણીયા (ઉ.વ.૨૬) (રહે નીલકંઠ શેરી નં ૩)ને ઝડપી લઈને ડ્રોન અને તેના
સાધનો સહીત કુલ રૃ ૨૫ હજારનો મુદામાલ કબજે લીધો છે


