Morbi

બેલા ગામની સીમમાં નદીમાં ન્હાવા પડેલો યુવાન પાણીમાં ડૂબી જતાં મોત

By GS Team
3 Aug 20261 min read
TukuTouch Logo
મોરબી જિલ્લામાં 5 લોકોના અપમૃત્યુથી હાહાકાર મચી ગયો છે. બેલા ગામની સીમમાં 24 વર્ષીય યુવાન નદીમાં ડૂબી ગયો, જ્યારે જૂના ઘાટિલાના 47 વર્ષીય આધેડ વોકળામાં તણાઈ ગયા. રવાપર નદી ગામમાં 46 વર્ષીય વ્યક્તિએ ગળાફાંસો ખાધો, અને ટંકારામાં 21 વર્ષીય યુવાને પણ આત્મહત્યા કરી. કબીર ટેકરીના 55 વર્ષીય વ્યક્તિનું સિવિલ હોસ્પિટલ પાસે અચાનક મૃત્યુ થયું. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેલા ગામની સીમમાં નદીમાં ન્હાવા પડેલો યુવાન પાણીમાં ડૂબી જતાં મોત

મોરબી: મોરબી જિલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ બે લોકોના પાણીમાં ડૂબી જવાથી, તો બે લોકોએ ગળાફાંસો ખાઇ લેતા અને અન્ય એક વ્યક્તિનું અપમૃત્યુ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે.
મોરબીના બેલા ગામની સીમમાં રહેતા નારૂ રમાય હેમ્બ્રય (ઉ.વ.૨૪) નામના યુવાન સિરામિક નજીક નદીમાં ન્હાવા ગયો હતો અને પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું. માળિયા તાલુકાના જૂના ઘાટિલા ગામના રહેવાસી ગેલાભાઇ નોંધાભાઇ હાડગરા (ઉ.વ.૪૭) નામના આધેડ સીમમાં ઢોર ચરાવવા ગયા હતા તે દરમિયાન રસ્તામાં આવેલા પાણીના વોકળામાં તણાઇ જતાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું છે.
મોરબીના રવાપર નદી ગામની સીમમાં પ્લાય કારખાનામાં રહીને કામ કરતા ૪૬ વર્ષીય સિકોતરભાઇ લક્ષ્મીરામ વાળાએ અગમ્ય કારણોસર પોતાની જાતે લેબર કોલોનીમાં ગળાફાંસો ખાઇ લેતા મોત થયું હતું. અન્ય એક બનાવમાં મૂળ રાજસ્થાનના વતની હાલ ટંકારાના વીરપર ગામે હોટલના રૂમમાં રહેતા ૨૧ વર્ષીય દોલારામ નાથુલાલ ગમેતીએ ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત થયું છે.
આ ઉપરાંત મોરબીની કબીર ટેકરીમાં રહેતા ૫૫ વર્ષીય જયેશભાઇ રસિકલાલ જાદવ સાંજના સમયે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં લેબોરેટરી પાસે હતા ત્યારે ઓટલા પર જ અચાનક તેનું મોત થઇ જતાં આ તમામ બનાવો મામલે મોરબી, ટંકારા અને માળિયા પોલીસે તપાસ હાથ ધરી છે.