Gujarat

કડી થોળ રોડ પર રીક્ષા અને ગાડી વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલક યુવકનું મોત

By GS Team
1 Jan 20221 min read
This article was originally published on 1 Jan 2022
કડી થોળ રોડ પર રીક્ષા અને ગાડી વચ્ચે અકસ્માતમાં  રિક્ષા ચાલક યુવકનું મોત

કડી,તા.01

કડી તાલુકામાં માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં કડીના થોળ રોડ પર રીક્ષા અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી સમગ્ર પરિવાર શોકમય બન્યો હતો.

કડી થોળ રોડ પર ગત રાતે દશ વાગ્યાના સમયગાળા દરમિયાન અબુંજા ફેકટરી પાસે એક રીક્ષા અને એક બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૨૩ વર્ષીય પટણી ભીખુ ભાઈને ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન રીક્ષા ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. જોકે રીક્ષામાં સવાર અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  લગ્ન જીવન દરમિયાન મૃતક ભીખુભાઇને એક દશ મહિનાનો દીકરો પણ છે. હાલમાં આ દીકરાએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. બીજી તરફ મૃતક પણ પરિવારનો એકનો એક  દીકરો હતો. જેના મોતના સમાચાર મળતા પરિવાર ભારે શોકમાં ગરકાવ થઈ ગયો છે.