ઉનાવા આસપાસ ફેકટરીઓના શંખજીરાના પાવડરથી પ્રદુષણની રાવ

ઊંઝા,તા.22
ઉનાવાની આસપાસ પંદરેક ફેક્ટરીઓમાંથી માલોના ક્લીનીંગ સમયે
શંખજીરાનો પાઉડર જાહેર મોટી માત્રામાં ઉડતી હોવાથી ગામમાં ભયંકર માનવ સર્જીત
પ્રવર્તી રહેલા પ્રદૂષણને કારણે મોટેભાગે ફેફસાના રોગનો ભોગ બની રહ્યા હોવાથી
ગ્રામજનોઅ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
ઉનાવાની સીમમાં અસંખ્ય ક્લીનીંગ ફેક્ટરીઓમાં ઘણા વર્ષોથી
નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરી અનઅધિકૃત રીતે ખેતી ઉપજનું ક્લીનીંગ કરી તેમાં ભેળસેળ
શંખજીરૃ જાહેરમાં ઉડાડી ભારે પ્રદૂષણ ફેલાવી રહ્યા હોવાની વ્યાપક રાવ ઉઠી છે.ગામના
રહેણાંક વિસ્તારમાં મોટેભાગે હવામાં પ્રદૂષણ ફેલાવવાથી ભેળસેળયુક્ત દુષિત હવા
ગ્રામજનોના ફેફસામાં જતા ભયંકર રોગના ભોગ બની રહ્યા છે. આ બાબતે સંલગ્ન વિભાગોમાં
ઘણીવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા
છે. જેથી આ બાબતે વહેલી તકે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામેપગલાં ભરવામાં આવે તેવી
ઉગ્ર માંગ સાથે ઉનાવાના ગ્રામજનોએ
મુખ્યમંત્રી તથા સ્થાનિક ધારાસને આવેદનપત્ર આપી
આસપાસ ક્લીનીંગ ફેક્ટરીઓ મારફતે ઉભુ થયેલ પ્રદૂષણ અટકાવવા રજૂઆત કરી છે.




