Gujarat

ઉત્તર ગુજરાતમાં 936 ગ્રામ પંચાયતની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૃ થતાં રાજકીય ગરમાવો

By GS Team
28 Nov 20212 mins read
This article was originally published on 28 Nov 2021
ઉત્તર ગુજરાતમાં 936 ગ્રામ પંચાયતની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૃ થતાં રાજકીય ગરમાવો

મહેસાણા,તા.૨૮

ઉત્તર ગુજરાતની ૯૩૬ ગા્રમ પંચાયતોની ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરૃ થી ચુક્યું છે. ૧૯ ડિસેમ્બરે યોજાનાર ચુટણીમાં આજથી સરપંચ અને સભ્યની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ થશે. જયારે ૬ ડિસેમ્બરે ફોર્મની ચકાસણી બાદ ઉમેદવારી પત્રો ૭ ડિસેમ્બરે પરત ખેંચી શકાશે.જયારે ૨૧મીના રોજ મતગણતરી કરવામાં આવનાર છે. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ચુટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ રાજકીય ચોપાટ બિછાવવાની શરૃઆત કરી હોવાથી પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

રાજ્યના ચૂંટણી  પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાની કુલ ૯૩૬ ગ્રામ પંચાયતની ચુંટણી માટે આગામી તા.૧૯ ડિસેમ્બરના રોજ મતદાન થશે.જેના પગલે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં લગ્નની ખીલેલી પુરબહાર મોસમ અને ફુલ ગુલાબી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો આવી ગયો છે.ચુંટણી લડવા ઈચ્છુકોએ પોતાની ચોપાટ બિછાવવા અત્યારથી જ ગામડાઓમાં ખાટલા પરીષદો શરૃ કરી દીધી છે.ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની ૧૬૨, પાટણ જિલ્લાની ૧૮૪ અને ં બનાસકાંઠા જિલ્લાની ૫૯૦ ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશ.ે જેમાં આજથી  ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ થનાર છે.જયારે ં ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપર થી મતદાન અને ૨૧ મી ડિસેમ્બરે મતગણતરી  કરવામાં આવશે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ચહલપહેલે જોર પકડયું છે.ગ્રામીણ વિસ્તારોમાં ઠેર ઠેર ખાનગી બેઠકોનો દોર શરૃ થયો છે.મતદારોને વિવિધ પ્રલોભનો આપી ચુંટણી જીતવાના કિમીયાની સાથે સાથે નાણાની કોથળીઓ પણ ખુલ્લી થઈ હોવાનું જાણવા મળે છે.જેના લીધે આ વખતે ચુંટણી જંગ રસપ્રદ બને તેવી શક્યતા જણાય છે.સરપંચ અને વોર્ડ સભ્યની ચુંટણી લડવા ઈચ્છુક મુરતીયાઓએ તાપણાના સહારે ખાટલા પરીષદો શરૃ  કરતાં ઠંડીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પંચાયતની ચુંટણીમાં સક્રિય થયા

મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની ૯૩૬ ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતાં જ સરપંચ અને વોર્ડ સભ્યોની ચુંટણી લડવા ઈચ્છુક મુરતીયાની સાથે સાથે એક વર્ષ પછી યોજાનાર વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રતિસ્પર્ધી ગણાતા ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો પણ પોતાના સમર્થક ઉમેદવારોને જીતાડવા સક્રિય બન્યા છે.