Get The App

ઉત્તર ગુજરાતમાં આજે મંત્રીઓના હસ્તે ત્રિરંગો ફરકાવી સલામી અપાંશે

- ૭૩મા પ્રજાસત્તાક દિનની આન-બાન અને શાનથી ઉજવણી

- મહેસાણા ખાતે સહકાર મંત્રી,બનાસકાંઠામાં માર્ગ અને મકાન મંત્રી, તથા પાટણ જિલ્લામાં કેલકટર દ્વારા ધ્વજવંદન

Updated: Jan 25th, 2022

GS TEAM

Google News
Google News
ઉત્તર ગુજરાતમાં આજે મંત્રીઓના હસ્તે ત્રિરંગો ફરકાવી સલામી અપાંશે 1 - image

મહેસાણા,પાટણ,બનાસકાંઠા,તા.25

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આજે ૭૩ મા પ્રજાસત્તાક દિનની  મંત્રી,થતા અધિકારીઓના હસ્તે રાષ્ટ્રધવજ ફરકાવી આન બાન અને શાનથી સલામી આપવામાં  આવશે,જેમાં ૨૫મીએ પોલીસ કર્મીએ પરેડ રિહર્સલ કર્યુ હતુ.પાટણ જિલ્લાસિધ્ધપુર ડીવાય એસપી ને મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રક  તથા બનાસકાંઠાના   બે હોેમગાડ  ર્અધિકારીઓને મુખ્યમંત્રી મેડલ  જાહેર કરવામાં આવ્યા છે.

 ૨૬મી જાન્યુરઆરી-૨૦૨૨, ૭૩ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પાલનપુર મુકામે આવેલ જી. ડી. મોદી કોલેજ ખાતે થનાર છે. જેમાં માર્ગ અને મકાન, પરિવહન, સીવીલ એવિએશન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.મહેસાણા જિલ્લાના પ્રભારી અને સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મની અધ્યક્ષતામા ફ્રેન્ડ સ્પોર્ટસ ક્લબ મેદાન ,મહેસાણા ઉંઝા હાઇવે બાયપાસ નજીક સવારે ૯-૦૦ કલાકે ધ્વજ લહેરાવી સલામી આપશે. પોલીસ દ્વારા ગત રોજ રિહર્સલ કરવામાં આવ્યુ હતુ. તેજ રીતે પાટણ જિલ્લા કલેકટર સુપ્રિતસિંઘ ગુલાટી કલેકટર દ્વારા ધ્વજ વંદન કરાવવામાં  આવશે.

કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે વહીવટીતંત્ર દ્વારા ધ્વજવંદનના સ્થળે કાર્યક્રમને લગતી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં આજે સવારે-૯.૦૦ કલાકે  કલેકટર  અને જિલ્લાના અધિકારી ઓની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતુ. રિહર્સલ દરમિયાન ધ્વજવંદન, પોલીસ પરેડ, હર્ષધ્વની સહિત તમામ વ્યવસ્થાાઓનું રિહર્સલ જોઇને કલેકટર એ અધિકારીઓને જરૃરી માર્ગદર્શન અને સુચના આપી વધુ સારી રીતે કાર્યક્રમ કરવા પ્રોત્સાહન પણ પુરૃ પાડયું હતુ.

સિધ્ધપુર ડીવાય એસપીને મહામહિમ રાષ્ટ્રપતિ મેડલ જાહેર

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ માં પાટણ જિલ્લાના સિધ્ધપુર ડીવાયએસપી સી.આઇ સોલંકી ની ૨૧ વર્ષની કામગીરીની નોંધ લઇ વિશિષ્ઠ સેવા બદલ ૨૬ જાન્યુઆરી -૨૦૨નો મહામહિમ રાષ્ટ્રપતિનો મેડલ જાહેર કરવામાં આવતાં પાટણ જીલ્લા પોલીસ બેડામાં ખુશી છવાઇ છે.

બનાસકાંઠા જિલ્લાના બે હોમગાર્ડઝ અધિકારીને મુખ્યમંત્રી મેડલ જાહેર

બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડેઝ દળના  જેતાભાઇ  આર પરમાર ,સિનિયર પ્લાટૂન કમાન્ડર ,ઓફીસર કમાન્ડીગ,સૂઇગામ,અને રાવતાભાઇ એન ગારડીયા સિનીયર પ્લાટૂન કમાન્ડર,ઓફીસર કમાન્ડીગ ધાનેરા આમ  બંને અધિકારીઓને મુખ્યમંત્રી મેડલ-૨૦૨૨ના જાહેર કરવામાં આવતાં દળમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે.