Gujarat

મહેસાણા જિલ્લામાં 13 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા: 58 એક્ટીવ કેસ

By GS Team
6 Jan 20224 mins read
This article was originally published on 6 Jan 2022
મહેસાણા જિલ્લામાં 13 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા:  58  એક્ટીવ કેસ

મહેસાણા,તા,5

ઉત્તર ગુજરાતના મહેસાણા ,પાટણ અને બનાસકાંઠાના જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો  ધીમે ધીમે વધી રહ્યા છે. જેમાં બુધવારે મહેસાણા જિલ્લામાં ૧૩, પાટણમાં એક પણ કેસ નથી. તથા બનાસકાંઠામાં -----કેસો મળી કુલ -------- કેસો સામે આવ્યા છે.મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે. તેમ છતાં તંત્રની નિષ્ક્રિયતાના કારણે લોકો એસઓપીનું પાલન કર્યા વિના બિન્દાસ ફરી રહ્યા છે. જે આવનારા દિવસોમાં ગંભીર પરિણામો સર્જી શકશે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

ઉત્તર ગુજરાતમાં જાણે કોરોનાની ત્રીજી લહેરનો પ્રારંભ થયો હોય તેમ દિન-પ્રતિદન કોરોના સંક્રમિત દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જેમાં બુધવાર સુધીમાં મહેસાણા જિલ્લમાં ૩૩૮૪૬૭ ના સેમ્પલ લેવાયા છે. જેમાં ૩૩૫૬૮૨ નો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. આજે આવેલ ૨૬૬૩સેમ્પલન રિઝલ્ટ આવેલછે. જેમાં ૨૬૫૫ નો રીપોર્ટ નેગેટીવ ઓવેલ છે. જ્યારે ૮નો રીપાર્ટ પોઝેટીવ જોવા મળેલછે. તેમજ ૧૮૨ એન્ટિજન ટેસ્ટમાં બે તથા અન્ય ખાનગી લેબમાં ૩ કેસ પોઝેટીવ નોંધાયા છે. આજે ૨૭૪૪ ના સેમ્પલ લેવાયા હતા. હજુ ૨૮૩૭નુ રીઝલ્ટ પેન્ડીંગ છે. આજે  નોંધાયેલ ૧૩ કોરોના પોઝેટીવમાં ૬ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે.જિલ્લામાં એકટીવ કેસ ૫૮ થવા પામ્યા છે. મહેસાણા શહેરમાં મોઢેરા રોડપર ૨૦ વર્ષનો યુવક,નાગલપુરમાં ૩૬વર્ષીય યુવક , રામોસણા રોડ પર ૪૨વર્ષીય પુરુષ તથા પાલાવાસમામાં ૧  ઊંઝાના રુસ્તમનગરમાં ૧ અને ઉનાવામાં ૩ પુરુષ અને એક મહિલા વિસનગરના કાંંસા,કડા,મહેસાણા ચોકડી વિસ્તારમાં ૩-પુરુષ  તથા કડીના વાત્સલ્ય નગરમાં એક યુવક કોરોના સંક્રમિત થવા પામ્યા છે.જેમાં પાલાવાસણનો યુવક ઉજ્જેનની તથા કાંસાનો યુવકે અમદાવાદની મુસાફરી કરી હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી નોંધાઇ છે.

ડીસાની શાળામાં શિક્ષક અને વિધાર્થીની કોરોના પોઝીટીવ

ડીસા, તા.5

ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલમાં પણ હિતેશ પટેલ, શિક્ષક અને રોશની લુહાર, વિધાર્થીની કોરોના પોઝીટીવ આવી છે. શાળાના શિક્ષકને શરદી અને ખાંસીના લક્ષણો જણાતા ડીસાના અર્બન હેલ્થ સેન્ટરમાં એન્ટીજન ટેસ્ટ લેવામાં આવતા  કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું. ડીસામાં કોરોનાના પોઝિટીવ કેસ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.અને કોરોના ટેસ્ટ કરવાની સંખ્યામાં વધારો કરી દીધો છે. જ્યારે બીજી બાજુ શાળામાં પણ કોરોના પોઝિટીવ કેસ આવતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધાનેરામાં દુકાનદાર અને ગ્રાહકોએ ફરજીયાત માસ્ક પહેરવા તંત્રનો નિર્ણય

ધાનેરા તાલુકામાં ં કોરોના સંક્રમણ ના ફેલાય તેને લઈ પ્રાંત અધિકારી યોગેશ ઠક્કરની અધ્યક્ષતામાં વેપારી સંગઠનો સાથે બેઠક મળી હતી. જેમાં સુચન કરવામાં આવ્યું હતું કે, દુકાનો ઉપર ગ્રાહકો માસ્ક સાથેઆવે તેમજ  ગોળ કુડાળા કરી અંતર જાળવે. દુકાનદાર તેમજ આ ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓને કોરોના રસીના બન્ને ડોઝ લીધા હોવાનું પ્રમાણપત્ર પણ રજૂ કરવુ પડશે.

બનાસકાંઠા કોરોના સંક્રમણ અટકાવવા ૧૫ ધન્વંતરી રથો શરૃ કરાયા

બનાસકાંઠામાં તકેદારીના ભાગ રૃપે બુધવારે જિલ્લા કલેકટરે વિડીયો કોન્ફોરન્સ થી અધિકારી ઓની બેઠક યોજી કોરોના ને અંકુશમાં લેવા ૧૫ ધન્વંતરી રથો શરૃ કરવા સુચના આપી દીધી છે.જેમાં પાલનપુર, ડીસામાં ૫-૫ થરાદ,અંબાજી,ભાભર, થરા અને ધાનેરામાં ૧- ૧ધન્વંતરી રથ લોકોને  આરોગ્યની સુરક્ષા પ્રદાન કરશે  આરોગ્ય વિભાગના ૭૫૦ કર્મચારી ઓની ટીમો દ્રારા ગામેગામ દર્દીઓને સારવાર પુરી પાડવા માં આવશે.

થરાદ વાવ સુઇગામ વિસ્તારમા કિશોરોને કોરોના રસીકરણ

બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઇગામ વિસ્તારમાં પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા વહેલી તકે કિશોરોને રસીમળી રહે તે  માટે  ગામડાં શહેરી વિસ્તારોમાં આવેલી શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે  જેમાં ગતરોજ થરાદ ગાયત્રી વિધાલયમાં એક હજારથી વધુ કિશોરોને કોરોના રસી આપવામાં આવી હતી. વાવમાં  અંદાજીત ૩૨૦૦ કિશોરોને,સુઇગામ ૧૭૦૦ તેમજ થરાદમાં  અંદાજીત ૫ હજારથી વધુ કિશોરોને કોરોના રસી આપવામાં આવી હતી.

સમી બજારમાં રાહદારીઓને માસ્ક વિતરણ

હારીજ.તા. ૫

સમી શહેરમાં નાયબ કલેકટર , મામલતદાર ,પોલીસ અધિકારી આરોગ્ય વિભાગના અધિકારીઓ,સમી સરપંચ ,તલાટીઓ સાથે રાખીને સમી બજારમાં બસસ્ટેશનમાં ગલ્લાઓ શાકભાજી ની લારીઓ જાહેર સ્થળો રાહદારીઓને કોરાનાની સર્ભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણમાંં અકે પણ પોઝેટીવ કેસ નથી

પાટણ જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોનાના ૫૬૯૦૯૯ દર્દીઓ ની તપાસ કરવામાં આવી છે. જેમા પાટણ જિલ્લાના ૫૬૪૭૫૪ તથા ્અન્ય જિલ્લાના ૪૩૪૫ કેસની ચકાસમી કરવામાં આવી હતી. જેમાં ૧૦૦૪૨ પોઝેટીવ દર્દી,જ્યારે ૫૫૭૧૮૪ દર્દીઆનો રિપોર્ટ નંગેટીવ અવેલ છે. ૧૪૮૦ પેન્ડીગ સેમ્પલનુ હજુ રિઝલ્ટ બાકી છે. જિલ્લામાં  આજે અક પણ પોઝટીવ કેસ નથી.  

તાલુકો વિસ્તાર ઉંમર   જાતિ   ગ્રામ્ય-શહેરી    ટ્રાવેલ હિસ્ટ્રી
મહેસાણા        મોઢેરા રોડ     ૨૦     પુરુષ   શહેરી   -
મહેસાણા        નાગલપુર      ૩૬     પુરુષ   શહેરી   -
મહેસાણા        રામોસણા રોડ  ૪૨     પુરુષ   શહેરી   --
મહેસાણા        પાલાવાસણા    ૩૬     પુરુષ   ગ્રામ્ય   ઉજ્જૈન
ઊંઝા   રૃસતનગર      ૫૭     પુરુષ   શહેરી   -
ઊંઝા   ઉનાવા ૮      પુરુષ   ગ્રામ્ય   -
ઊંઝા   ઉનાવા ૨૮     પુરુષ   ગ્રામ્ય   -
ઊંઝા   ઉનાવા ૫૫     સ્ત્રી     ગ્રામ્ય   -
ઊંઝા   ઉનાવા ૨૯     પુરુષ   ગ્રામ્ય   -
વિસનગર       મહેસાણા ચોકડી        ૩૫     પુરુષ   શહેરી   -
વિસનગર       કાંસા   ૩૩     પુરુષ   ગ્રામ્ય   અમદાવાદ
વિસનગર       કડા    ૭૩     પુરુષ   ગ્રામ્ય   -
કડી    વાત્સલ્યનગર   ૩૩     પુરુષ   શહેરી   -