કોરોનામાં મૃત્યુ પામેલાના સાચા આંકડા જાહેર કરવા કોંગ્રેસની માંગણી

મહેસાણા,તા.7
મહેસાણા જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા દરદીઓના
વારસદારોને રૃ.૫૦ હજારના બદલે ચાર લાખની સહાય ચુકવાય તેવી માંગણી સાથે કોંગ્રેસના
એક પ્રતિનિધી મંડળે કલેકટરને મળી રજુઆત કરી હતી.જયારે કોરોનાથી મૃત્યુ પામેલા
લોકોનો સાચો આંકડો જાહેર કરવાની માંગ સાથે આ મુદ્દો વિધાનસભાના બજેટ સત્રમાં
કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
મહેસાણા શહેરમાં આવેલ
રાજમહેલ કંપાઉન્ડમાં કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા હતા.ગાંધીનગરના ધારાસભ્ય
સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે,કોરોનાથી રાજયમાં માત્ર
૧૦ હજાર લોકોના મોત થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે.પરંતુ વાસ્તવિકતા અલગ
છે.કોંગ્રેસના સર્વેમાં આંકડા ત્રણ લાખને પહોંચ્યો છે.જેથી સરકાર દ્વારા મૃત્યુનો
સાચો આંક જાહેર કરાય જયારે ડીઝાસ્ટર મેનેજમેન્ટની જોગવાઈ અનુસાર આપત્તી કે
રોગચાળામાં મૃત્યુ પામનારને ચાર લાખની સહાય ચુકવવામાં આવે.હાલમાં રૃ.૫૦ હજારની
સહાય આપવાની પ્રક્રિયામાં પોતાના સ્વજન ગુમાવનાર વારસદારોને કોરોનાથી મૃત્યુના
સર્ટીફીકેટ લેવામાં મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે.આ મુદ્દો વિધાનસભાના આગામી બજેટ
સત્રમાં ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ,મહેસાણા જિલ્લા
કોંગ્રેસના પ્રમુખ માનસિંહ ઠાકોર, બેચરાજીના ધારાસભ્ય ભરત
ઠાકોર સહિતના કોંગી કાર્યકરોએ કલેકટરને આવેદન પત્ર સુપરત કર્યું હતું.જેમાં
કરવામાં આવેેલા ઉલ્લેખ પ્રમાણે,ગુજરાતમાં કોરોનાથી
મૃત્યુ પામેલાના વારસદારો દ્વારા ૯૧૮૧૦ અરજીઓ કરવામાં આવી છે.જે પૈકી ૫૮૮૪૦ મંજુર કરાઈ છે.તેમજ હજુ ૧૧ હજાર અરજીઓ
પ્રોસેસમાં છે.




