Updated: Sep 23rd, 2022
- સરકારી વકીલે કોર્ટમાં વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની પણ રજૂઆત કરી
મહેસાણા, તા. 23 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર
મહેસાણાની દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની તેમના ડેરીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા રૂપિયા 800 કરોડના કૌભાંડના અનુસંધાનમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ત્યાર બાદ રિમાન્ડ પૂરા થતા તેમને આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એસીબીએ વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ઉપરાંત સરકારી વકીલે કોર્ટમાં વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની પણ રજૂઆત કરી હતી. સાથે જ આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની પણ રજૂઆત કરાઈ હતી.
આ પણ વાંચોઃ જાણો કઈ રીતે બહાર આવ્યું 800 કરોડનું કૌભાંડ
અમદાવાદ પોલીસની ટીમ વિપુલ ચૌધરીને લઈને મહેસાણા કોર્ટમાં પહોંચી હતી. કોર્ટમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ વિપુલ ચૌધરીના વધુ રિમાન્ડની અરજી નામંજૂર કરવામાં આવી હતી. એસીબીએ વિપુલ ચૌધરીના વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ વિપુલ ચૌધરીની ડમી કંપનીના સહિતના તમામ બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવશે