વિપુલ ચૌધરીની ડમી કંપનીના સહિતના તમામ બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવશે
એસીબી અને ક્રાઇમબ્રાંચની અલગ અલગ ટીમ તપાસમાં જોડાઇ
વિદેશમાં પણ કરોડોનું રોકાણ કરાયાની આશંકા
અમદાવાદ,
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની
૮૦૦ કરોડના કૌભાંડમાં એન્ટી કરપ્શન બ્યુરો અને ક્રાઇમ બ્રાંચની ટીમની અલગ અલગ ટીમ દ્વારા
સંયુક્ત તપાસ કરવામાં આવશે. બીજી તરફ વિપુલ ચૌધરીએ બનાવેલી બનાવેલી ૩૧ જેટલી ડમી કંપનીઓ
સહિતના બંક એકાઉન્ટ અને લોકર એસીબી દ્વારા સીલ કરવામાં આવશે અને મિલકતો અંગે પણ તપાસ
કરવામાં આવશે. આ ઉપરાંત, દૂધસાગર ડેરીના
તે સમયના કર્મચારીઓ અને સંઘના સભ્યોના નિવેદન પણ નોંધવામાં આવશે.
મોટાભાગની ડમી કંપનીઓ ખેતી અને ડેેરીને લગતી પ્રોડક્ટ બનાવતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું ઃ વિદેશમાં પણ
કરોડોનું રોકાણ કરાયાની આશંકા
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના ડેરીના ૮૦૦ કરોડના
કૌભાંડના કેસમાં મનીલોન્ડરિંગની વિગતો બહાર આવી છે. જે અંગે એસીબી ભ્રષ્ટાચારની અને
ક્રાઇમબ્રાંચ મનીલોન્ડરિંંગના કેસની તપાસ કરશે. જેથી એસીબીને તપાસમાં ક્રાઇમબ્રાંચ
પણ મદદમાં સાથે રહેશે. જે માટે એસીબીની અલગ અલગ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. જે પૈકી
એક ટીમ વિપુલ ચૌધરીએ બનાવેલી ૩૧ જેટલી ડમી કંપનીઓના બેંક એકાઉન્ટ અને તેમના તેમજ પરિવારના
બેંક એકાઉન્ટની તપાસ કરશે. આ માટે તમામ બેંક એકાઉન્ટની વિગતો મેળવીને ફ્રીઝ કરશે. આ
બેંક એકાઉન્ટ ગાંધીનગર, મહેસાણા અને
અમદાવાદની વિવિધ બેંકોમાં છે. આ ઉપરાંત,
વિપુલ ચૌધરીએ જમીન અને કન્ટ્ર્ક્શન કંપનીઓમાં પણ રોકાણ કર્યાની વિગતો મળી છે. આ માટે નાણાંને હવાલાથી વિદેશમાં મોકલીને કાયદેસરના
કરવાની વિગતો પણ એસીબીને મળી છે.
એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ વિપુલ ચૌધરીએ બનાવેલી ૩૧ જેટલી
ડમી કંપનીઓમાં તેણે એગ્રીકલ્ચર અને ડેરીને લગતી પ્રોડક્ટના ઉત્પાદનની વિગતો દર્શાવી
હતી. સાથેસાથે દૂધસાગર ડેરીમાંથી જ સીધા જ આ કંપનીમાં પણ નાણાંકીય વ્યવહાર પણ કરાયા
હતા. જેથી એસીબીની ટીમ દૂધસાગર ડેરીના તે સમયના સંઘના સભ્યો અને ડેરીના કર્મચારીઓના
નિવેદન પણ નોંધશે.