Gujarat
મોટી સરસણ પાસે હાઈવે પર કારને અકસ્માત થતાં બે પશુના મોત
By GS Team
23 Oct 20191 min read
This article was originally published on 23 Oct 2019

સંતરામપુર તા.23 ઓક્ટાેબર 2019 બુધવાર
સંતરામપુર પોલીસની હદમાં મોટી સરસણ ગામ પાસે હાઈવે પર જતી મારૃતિકારને અકસ્માત નડતાં તેમાં ક્રુરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા બે બળદનું મોત થયુ હતુ. જ્યારે તેમને લઈ જતાં બે થી ત્રણ કસાઈને ઈજા થઈ હતી. કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
મધરાતના સુમારે મૂંગા પશુઓની હેરફેર કરતી કાર તળાવની પાળ પાસે વૃક્ષ સાથે અથડાઈ પડતાં અંદર બાંધેલા બે બળદનું મોત થયુ હતુ. અકસ્માતમાં ઈજાગ્રસ્ત કસાઈઓ ભાગી છૂટયા હતા.
પોલીસે બનાવની જાણ થતાં સ્થળ પર જઈ મૃત બળદોની દફનવિધિ કરી હતી. મૂંગા પશુની હેરાફેરી કરનારાઓ હવે નાના વાહનોનો તે માટે ઉપયોગ કરી રહ્યાં છે. રાત પડે એટલે આવી હેરફેર કરનારાઓ અને દારૂની ડિલીવરી આપનારાઓ નિકળી પડે છે. જેમને પડકારનાર કોઈ હોતુ નથી. સંતરામપુરની રાજસ્થાન સરહદ રેઢી મૂકી દેવતા બે નંબરી ધંધાવાળાઓ મોજ કરી રહ્યાં છે.




