Mahisagar

મહીસાગરમાં મેઘતાંડવ: લુણાવાડામાં ધોધમાર વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા, 300 લોકોનું રેસ્ક્યૂ

By GS Team
11 Aug 20261 min read
TukuTouch Logo
મહીસાગર જિલ્લામાં મંગળવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લુણાવાડાના સુવા ગામમાં વૈદ્યને ત્યાં દવા લેવા આવેલા 300 લોકો પાણીમાં ફસાયા હતા. મહીસાગર પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. નાયક ફળિયામાંથી 28 લોકો અને પશુઓને પણ બચાવાયા. જિલ્લા વહીવટી તંત્રએ ટ્રેક્ટર દ્વારા લોકોને બહાર કાઢ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

મહીસાગરમાં મેઘતાંડવ: લુણાવાડામાં ધોધમાર વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા, 300 લોકોનું રેસ્ક્યૂ

Mahisagar Rain: મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં મંગળવારે(11 ઓગસ્ટ) ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં લુણાવાડામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદને પગલે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે લુણાવાડાના સુવા ગામમાં વૈદ્યના ત્યાં દવા લેવા આવેલા અનેક લોકો વરસાદી પાણીમાં ફસાયા હતા. સમગ્ર મામલે તંત્રને જાણ થતાં મહીસાગર પોલીસ દ્વારા ફસાયેલા 300 લોકોનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

image.png

લુણાવાડામાં ધોધમાર વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા

મહીસાગર જિલ્લા ધોધમાર વરસાદી માહોલમાં ફસાયેલા લોકોના વહારે મહીસાગર પોલીસ આવી હતી. લુણાવાડામાં અતિભારે વરસાદથી સુવા ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હતું. તેવામાં ગામના વૈદ્યને ત્યાં દવા લેવા માટે અન્ય જિલ્લામાંથી આવેલા 300 જેટલાં લોકો ફસાયા હતા. સમગ્ર મામલે જિલ્લા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

image.png
image.png

300 લોકોનું રેસ્ક્યૂ

સુવા ગામના નાયક ફળિયામાં પણ રહેતા 28 જેટલાં લોકોની સાથે-સાથે ફસાયેલા પશુઓને પણ બચાવી લેવાયા હતા. ધોધમાર વરસાદથી સુવા ગામમાં જવાના તમામ માર્ગો બંધ થઈ ગયા હતા. જેને પગલે દવા લેવા આવેલા અન્ય જિલ્લાના લોકો ફસાયા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તંત્રનો રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે.

image.png
image.png
image.png

લુણાવાડા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં કોતર પર પાણી ફરી વળ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા કલેક્ટર પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

image.png