Magazines

ઝોયા અફરોઝની ડિમાન્ડ : લુક્સના નહિ, ટેલેન્ટના વખાણ કરો

By GS TEAM
19 Feb 20262 mins read
ઝોયા અફરોઝની ડિમાન્ડ : લુક્સના નહિ, ટેલેન્ટના વખાણ કરો

- 'હું સારું પરફોર્મન્સ આપતી એક્ટર પણ બની શકું છું અને એક બ્યુટી ક્વીન તરીકે દેશનું પ્રતિનિધિત્વ પણ કરી શકું છું. ભવિષ્યમાં હું વધુ ઊંચાં શિખરો સર કરવા માગું છું.' 

આદિત્ય ધરની 'ધુરંધર'એ સિનેમાઘરોમાં જેવી ધુમ મચાવી એવી જ લોકપ્રિયતા ઈમરાન હાશ્મીની વેબ સીરિઝ 'તસ્કરી : સ્મગર્લ વેબ' એ ડિજિટલ પ્લેટફોર્મ મેળવી છે. ક્રિએટર રાઘવ નીરજ પાંડે અને ડિરેક્ટર રાઘવ એમ. જયરથના આ શોએ એની કાસ્ટનું નસીબ ચમકાવી દીધું છે. ઈમરાન હાશ્મી અને અમૃતા ખાનવિલકર સાથે મોડલ એક્ટર ઝોયા અફરોઝ પણ શોની સકસેસ માણી રહી છે. વેબ સીરિઝમાં પ્રિયા નામની એર હોસ્ટેસનું પાત્ર ભજવનાર ઝોયાને એ વાતનો વિશેષ આનંદ છે કે શો ગ્લોબલી ટ્રેન્ડ થઈ રહ્યો છે. 'મને હજુ આ વાત માન્યામાં નથી આવતી કારણ કે આવી ખ્યાતિ મેળવનાર એ પહેલો ભારતીય શો છે. મારી ખુશીનો પાર નથી, આવી સકસેક મંત્રમુગ્ધ કરનારી છે,' એમ ઝોયા એકસાઇટેડ ટોનમાં કહે છે. ૩૨ વરસની એકટ્રેસ બ્યુટી ક્વિન તરીકે વધુ જાણીતી છે કારણ કે એણે મોડલ તરીકે શરૂઆત કરી હતી. ૨૦૨૨માં ઝોયાએ મિસ ઇન્ટરનેશનલ કોન્સેટસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઘણાં લોકો એવું માને છે કે પેજન્ટમાં ભાગ લેતી સુંદરીઓને શો બિઝનેસમાં સહેલાઈથી એન્ટ્રી મળી જાય છે. ઝોયા એ વાત સ્વીકારતા ઉમેરે છે કે 'એની સાથે મારી જેવી વિશે એક પ્રકારનો ઓપિનિયન પણ બંધાઈ જાય છે. તમને લોકો કાં તો બ્યુટી ક્વિન અથવા એક્ટરના બ્રેકેટમાં મૂકી દે છે. પરંતુ અમે બન શા માટે ન હોઈ શકીએ? હું સારું પરફોર્મન્સ આપતી એક્ટર પણ બની શકું અને એક બ્યુટી ક્વિન તરીકે દેશનું પ્રતિનિધિત્વ પણ કરી શકું. ભવિષ્યમાં હું એનાથી પણ વધુ શિખરો સર કરી શકું છું. અમે બધુ જ કરી શકીએ તેમ છીએ. અમે એક જગ્યાએ બંધાઈ રહેવા નથી માગતા.' ઝોયા એ વાતની ખાસ નોંધ લે છે કે 'તસ્કરી'માં એના લુક્સની નહિ પણ પરફોર્મન્સની પ્રશંસા થઈ છે. એના વિશેના મતમાં આવેલો આ બદલાવ બહુ સુખદ બની રહ્યો છે. 'લગભગ બધી જ એકટ્રેસોના એમની સુંદરતા માટે ગુણગાન થતા આવ્યા છે. પરંતુ સ્ત્રીઓ ઇન્ટેલીજન્ટ છે, ટેલેન્ટેડ છે અને એમની પાસે ઘણી ખુબીઓ છે. એટલે જ હું ઇચ્છંઘ છું કે મારા લુકસને બદલે મારી ટેલેન્ટ અને સ્કીલ્સને વધુ માન્યતા મળે. એ મને ગમશે. કોઈ પણ એકટ્રેસ માટે એ સૌથી મોટી સિદ્ધિ છે,' એમ કહી ઝોયા પોતાની વાર્તા પુરી કરે છે.