Magazines
માળો શેનો બનેલો હોય ?
By GS Team
6 Dec 20191 min read
This article was originally published on 6 Dec 2019

માળો એટલે પક્ષીઓનું સુંદર ઘર. આ માળામાં પક્ષીઓ પોતે પણ રહે અને વહાલાં સંતાનોનો ઉછેર પણ કરે. સામાન્ય રીતે કોઈ પણ માળો ઘાસ, પાંદડાં, ડાળખાંનો ઉપયોગ કરી પક્ષી જાતે બનાવે છે.
ઘણા પક્ષીઓ જમીનમાં ખાડો કરીને પણ પોતાનું રહેઠાણ બનાવે છે. તો અન્ય કેટલાક પક્ષીઓ વૃક્ષના પોલાણમાં, ઇમારતના કે પથ્થરના પોલાણમાં માળો તૈયાર કરે છે. આ સિવાય પણ દોરા, પ્લાસ્ટિક, કાપડ, વાળ કે કાગળ જેવી વસ્તુઓ ભેગી કરીને પક્ષીઓ પોતાનો માળો બનાવે છે.




