Magazines

આપણે પીધેલા પાણીનું શરીરમાં શું થાય છે ?

By GS Team
1 Nov 20191 min read
This article was originally published on 1 Nov 2019
આપણે પીધેલા પાણીનું શરીરમાં શું થાય છે ?

આપણે જમ્યા પછી પાણી પીએ છીએ. દિવસમાં ઘણી વાર તરસ લાગે એટલે પાણી પીએ. આપણે ખોરાક કરતાં વધુ પાણી શરીરમાં નાખીએ છીએ.  આટલા બધા પાણીનું શરીરમાં શું કામ ? તે જાણો છો ?

ખોરાક પોષક દ્રવ્યો પુરા પાડે છે. આ દ્રવ્યોને શરીરના ભાગોમાં મોકલવા માટે પ્રવાહીની જરૂર પડે. જમ્યા પછી પીધેલું પાણી ખોરાકને અર્ધપ્રવાહી બનાવે છે અને પાચન તંત્રમાં આગળ ધકેલે છે. પાણી શરીરમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. લોહીને પ્રવાહી રાખવા માટે પાણીની જરૂર પડે. આમ શરીરમાં વિવિધ દ્રવ્યોના વહન માટે પાણી ઉપયોગી થાય છે. પાણી ૧૦૦ ડિગ્રી તાપમાન સુધી પ્રવાહી રહે છે અને મોટાભાગના દ્રવ્યો તેમાં ઓગળે છે. શરીરને લચીલું રાખવા ઉષ્ણતામાન જાળવી રાખવા પાણીની જરૂર પડે.

આપણા શરીરમાં ૫૦ થી ૬૦ ટકા પાણી હોય છે. તે પ્રમાણ જળવાવું જોઈએ. શરીરના કોષોને સક્રિય રાખવા પાણી જોઈએ. અને શરીરની પરસેવા દ્વારા અશુધ્ધિઓ દૂર કરવા માટે પાણી મદદરૂપ થાય છે.