વાહબિજ દોરાબજી પુરુષો પર 'ગોલ્ડ ડિગર્સ'નું લેબલ લગાડે છે

- 'એક સ્ત્રી જ્યારે લગ્ન કરે છે ત્યારે સૌથી પહેલાં એ મેરીડ લાઈફમાં સ્થિરતા અને સુરક્ષાનો વિચાર કરે છે. શું માત્ર એટલા ખાતર એ ગોલ્ડ ડિગર બની જાય છે?'
ટીવી એક્ટ્રેસ વાહબિઝ દોરાબજીએ પોતાની લાઈફમાં ઘણાં અનુભવો કર્યા છે. પુણેમાં જન્મેલી પારસી પરિવારની પુત્રી વાહબિઝ 'પ્યાર કી યે એક કહાની', 'હમારી બહુ રજનીકાંત', ' અને 'સરસ્વતીચન્દ્ર' જેવી સીરિયલોમાં પોતાના રોલ માટે જાણીતી છે. એ એક્ટર ઉપરાંત મોડેલ પણ છે. પોતાની કહાનીના શૂટિંગ દરમ્યાન એ હેન્ડસમ એક્ટર વિવિયન ડિસેનાના પ્રેમમાં પડી અને બંને ૨૦૧૩ ની સાલમાં પરણી ગયા. લગ્નના ત્રણ જ વરસ બાદ બંને છુટા પડયા પરંતુ ડિવોર્સ કેસ નોંધાવ્યાના ૪ વરસ બાદ એમને છૂટાછેડા મળ્યા.
હમણાં એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં દોરાબજીએ સ્ત્રીઓને હમણાંથી જે 'ગોલ્ડ ડિગર્સ' નું લેબલ લગાડવાનો ટ્રેન્ડ શરૂ થયો છે એ વિશે પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપી. માનુનીઓ એક સુખી અને સલામત જીવનસાથીની ઈચ્છા રાખે તો એમાં ખોટું શું છે? શા માટે એમના માટે ખોટો અભિપ્રાય બાંધી લેવાય છે એવા પ્રશ્નના જવાબમાં વાહબિજ કહે છે, 'વાત એમ છે કે એક સ્ત્રી જ્યારે મેરેજ કરે છે ત્યારે સૌથી પહેલા એ મેરિડ લાઈફમાં સ્થિરતા અને સુરક્ષાનો વિચાર કરે છે. બસ એટલા ખાતર એ શા માટે ગોલ્ડ ડિગર બની જાય છે? આજના પુરુષો નસીબદાર છે કે મહિલાઓ આટલું સારું કમાય છે અને ઘરખર્ચમાં સમાન, ફાળો આપે છે હવે જો પુરુષોને એમ લાગતું હોય કે સ્ટેબલ અને સિક્યોર પાર્ટનર ઈચ્છતી યુવતી ગોલ્ડ ડિગર છે તો એ એમની બહુ મોટી ભૂલ છે. એમણે આવી સંકુચિત માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે. પછી તો વાહબિઝે પોતાને એક ગોલ્ડ ડિગર માણસનો કેવો શોકિંગ અનુભવ થયો એની વાત કરી, 'આજકાલ પુરુષો સ્ત્રીઓના બેકગ્રાઉન્ડનો ંડો અભ્યાસ કરતા થઈ ગયા છે. છોકરી સુખી- સંપન્ન છે એવું જાણી લીધા બાદ તેઓ એમને પોતાનો શિકાર બનાવવા પ્રયાસ કરે છે. તેઓ પરણ્યા પહેલા જ પોતાને બિચારા ચિત્રીને ગર્લફ્રેન્ડ પાસે રોદણા રોવે છે, મારી પાસે આ નથી, પેલું નથી, તો તું મને થોડા પૈસા આપ, આ એક ખતરનાક ખેલ છે. મારો આવા ગોલ્ડ ડિગર પુરુષો સાથે એવો પનારો પ્યો હતો કે મારે એમની સામે કડક વલણ લેવું પડયું. મારાવિશે બધુ જાણીને એક જ ણે મારી સાથે મોટો ફ્રોડ કરવા જાળ બિછાવી હતી. એ ઈમોશનલ કાર્ડ રમતો અને મેં એને એકાદ-બે વાર મદદ પણ કરી. સદ્નસીબે, મને જલ્દી સમજાઈ ગયો કે આ માણસ પૈસાનો ભૂખ્યો છે. એની મારા ઘર સહિતની માલ-મિલકત પર નજર હતી. એ બહુ જ ઘૃણાસ્પદ હતું.'
પોતે મેરેજ બાદ કેવી આર્થિક મુશ્કેલીઓ અનુભવી હતી એ વિશે ખુલીને વાત કરાત મિસ દોરાબજી કહે છે, ' હું બહુ લકી છું કે મને આવા મદદગાર મા-બાપ મળ્યા છે. એમણે મને પૈસેટકે કદી હેરાન નથી દવા દીધી છતાં અમુક આકરા બોધપાઠ તો મારે જાતે જ શીખવા પડયાં. જીવનમાં પડતી આવી ત્યારે મને મને પૈસાની કિંમત સમજાઈ. મારી પાસે ૈસા નહોતા અને હું સાવ નોેંધારી થઈ ગઈ હતી. એમાંથી મને મારા દેવદૂત સમા પેરેન્ટ્સે બહાર કાઢી. અને લીધે હું ફિનીક્સ પક્ષીની રાખવામાંથી ફરી બેઠી થઈ.
ઈન્ટરવ્યૂમાં વાહબિઝ એક તબક્કે એવું કબુલે છે કે હું હવે પ્રેમની બાબતમાં શંકાશીલ બની ગઈ છું. હું વધુ પડતી આશાવાદી હતી અને એને કારણે મારે લાઈફમાં ઘણી પછડાટ ખાવી પડી છે. વધુ પડતો આશાવાદે મારા માટે તકલીફો નોતરી છે. મને ઘણાં કડવા અનુભવો થયા છે પણ લોકો એમાંથી માત્ર છાપે ચડેલા કિસ્સા વિશે જાણે છે. ૯ વરસ પહેલા એ પ્રકરણ પૂરું થઈગયું. ત્યાર પછી ઘણા ખરાબ અનુભવો થયા છે જે વિશે મેં મિડીયામાં વાત નથી કરી. મારા ફ્રેન્ડ્સે મને એમાંથી પસાર થતી જોઈ છે. એટલે તેઓ મને અવારનવાર સિંગલ રહેવાની જ સલાહ આપે છે.









