Get The App

વાચકની કલમ .

Updated: Feb 10th, 2020

GS TEAM

Google News
Google News
વાચકની કલમ         . 1 - image


કાજળ લઈ લે....

'રબ' હજુ બાકી   હોય તો ફળ લઈ લે.

વેર  શાનુ  રાખે સદનસીબ થૈ ને?

હું  હસું  કે તું છીનવી પળ લઈ લે.

આમ તો સ્વપ્નો  ધારણા પર અવલમ્બે 

બોજના  મેં  બિમ્બ  સહ્યાં  બળ લઈ લે.

ઝાંઝવાના ટીપા મળ્યા, આવ પીવા

છો,  તરસ મરતી તું ગંગાજળ  લઈ લે.

કાં..... વજ્રાઘાતો  બારણે કામ ઊભાં.

પળ પળે  ખુશી લુંટતી વળ લઈ લે.

લે  સજાવી  ઘુંઘટ યજ્ઞા રોશની થી,

તે  ધનાશ્રી  રાગે રસાતાળ લઈ લે.

મેં  લક્ષ્ય સાધી નૂરનું  બાણ માર્યું

મીન આત્માથી નૈન કાજળ લઈ લે.

- વિનોદચંદ્ર  બોરીચા  (વીનુ)  (મુંબઈ)

 લેખક છીએ.....

લેખક  છીએ  સાહેબ  પોતાના 

મનના વિચારો  ને  જ  શબ્દોનું

સ્વરૂપ  આપીએ છીએ

 એ  અનુભૂતિને શબ્દો વડે

કાગળ પર કલમથી   સજાવો એ છીએ

ન સમજે દુનિયા  લેખકનો  કળા 

જેમાં  મૌનની  ભાષામાં  આપીએ છીએ

 વિચારોનો એ કલમ વડે

રોજ  જિંદગીની પાના પર

અનેક  રચનાઓ  લખીએ છીએ

સમજણ નથી   દુનિયાની

આથી લોકો પાગલ કહે  છે.

છતાં  પોતાનો અંતરઆત્માને

અમે રોજ  અનુસરીએ છીએ.

માટે જ  દુનિયામાં  

લેખક કહેવાઈએ  છીએ.ે

-  સ્નેહલ  ગરાસિયા  : 

 (વાંસકુઈ, સુરત)

દાઝેલું હૈયું

બળી ગઈ મારી મહોબ્બત, 

સળગી  છે દિલની દુકાન

હવે વાત કોને  જઈ   કરું,

મારા સળગી ગયાં છે અરમાન

મારા  પ્રેમમાં બાધા આવી, સાથે લઈને  મોટું તુફાન હવે  ક્યાં જઈને બેસું હું, મારું ઉપવન  થયું વિરાન

મને  રસ્તો જેણે બતાવ્યો એણે મારગમાં  લૂંટી લીધો

મંઝિલે પહોંચી 

ક્યાંથી હવે,  

મારી રાહ છે સૂનસાન.

જેની  પર  હતો  ભરોસો એણે  

કરી દીધી બેવફાઈ,

શા માટે  વેચીને ઈમાન એ  

થઈ ગઈ છે બેઈમાન.

મહોબ્બતમાં  ક્યારેક  

સૌૈને ધોખો મળી  શકે  છે,

સચ્ચાઈ  પુરવાર  કરવા સહુએ 

 દેવો પડે  છે ઈમ્તિહાન.

- યોગેશ આર. જોષી : (હાલોલ)

શબાબ

કેવી હતી શકલ  એની કહું?

દુધે  ધોયેલી  ચાંદની  હતી

ભીના  ગેસુમાંથી નીતરતા નીર

મોજાની  જાણે  રવાના હતી

સદાબહાર  જાણે વસંત ખીલી

અનેરી   મહેક એના બદનમાં હતી

આંખોમાં  જાણે  ગુલાબ ખીલ્યા

શોભા નજરની અનેરી  હતી

હુંશ્નનો  ખજાનો જોઈને  થયું

પરીથી કમ ક્યા દિવાની હતી?

- મણીલાલ  ડી. રૂધાણી  : 

(રાણાવાવ)

તારી  યાદોએ.....

હે  પ્રિયે  ફરી તારી યાદોએ  પેન ચાલી છે

આજ   સાંજથી  આંખમાં  નમી છે

આજે  ફરી  તારી જ  તો કમી  છે

મારી  લાગણીઓને  કાયમ  ઉપવાસ છે

નથી  આવવાની તુ એ નક્કી  છે

સાગર શી જિંદગીનું  શ્રેષ્ઠ પાનું  તું  છે

સપનાં  જેવી તોય હર તમન્ના  તું  છે

હર ભીડ વચ્ચે વાસ્તવિક  આશ તું  છે

તને  પ્રેમ કરીને બધુ જ તો મેં મેળવ્યું છે

બસ કંઈ રહી ગયું તો એ તુ જ  છે

નથી  શબ્દની  તરસ  હર યાદોએ  પ્રેમ છે

તારા માટે જ તો લખુ પણ  તું  કોણ  છે

એ તો ફક્ત હું ને  તું જ  જાણું  છું

જિંદગીના  એ બે સમયે હું તારી સાથે જ  છું

એક અત્યારે  છું ને એક હંમેશ માટે  છું.

'મીત' : (સુરત)

'પેલે પાર'

મળ્યા હતાં બે અજાણ્યા  

એકબીજાના  બની ગયા

પ્રેમનો  રસ્તો પકડી એ 

સ્થાન હૃદયમાં  પામી ગયા.

વિધાતાએ શું લખ્યું કિસ્મતમાં , 

શું ખબર એમને?

લાખો ચિંતાઓ છોડી  હા, 

અંતરમનમાં વસી ગયા.

જાણતા નથી પાગલ, 

આ પંથકેટલો અઘરો છે?

આગળ  વધતા અટકાવનારો, 

ભૂંડ કેવો બેઠો છે?

 વિશ્વાસની  પાંખોથી 

 ઊંચેરા આકાશમાં  ઊડી ગયા

જમાનાને પાછળ મૂકી પ્રણયલોકમાં 

પહોંચી ગયા.

ના હવે કોઈ ડર, 

ના કોૈઈ દુ:ખ, ફક્ત મિલનનું  સુખ.

પ્રીતની  આ આઘરી  બાજી, 

આમ હસતાં રમી ગયા.

સાચે જ હશે પ્રેમની તાકાત, કે 

પછી વહેમ  મનનો

ના  હતો હેમુને  વિશ્વાસ  જોને, 

પ્રેમ કરતા થઈ ગયા.

- પટેલ  હેમંતભાઈ જે. 'હેમુ'  : (નવસારી)

વિરહની આગમાં

વિરહની   આગમાં અરમાનો બળી ગયા.

સૂકાયાં આંસુ, નયનો  કોરાં રહી ગયા....

વિયોગના  વાદળને ખસેડું ધીમે ધીમે

સ્નેહના  સંભારણા  

શમણાં બની ગયા....

યાદ  તણી વણઝાર  આવે છે એક સાથે

મન દોડે ત્યાં, 

ઝાઝવાના જળ બની ગયા....

આકાશ  અને ધરતીનું  મિલન  થતું નથી

વરસાદના પાણી ધરતીને  

ભિંજવી ગયા....

દીપકને  કિંમત નથી, પતંગિયાના પ્રેમની

છતાં  જ્યોતમતાં, 

પ્રેમને સળગાવી  ગયા....

ચકોર  બની ચાંદની પાછળ ઘુમ્યા કરું  છું

ત્યારે કેટલાય  રાહુ 

ચંદ્રને જ ગળી ગયા....

આશા અરમાનોને હવે દફનાવું દિલમાં

જીવતરના  સપનાં, અધૂરાં રહી ગયા....

-  ભગુભાઈ ભીમડા  : (હલદર-ભરુચ)

વસંત ઉત્સવ

વસંતમાં  વૃક્ષની  ડાળી પર પંખીનો 

છલકે  કલરવ.....

વસંતની  હવા આ મનભરી

આનં દ  મ્હાલે

કેસુડામાં  કેસરી ફુલ આવે

આંબામાં    બેચે માજર

કોયલ ટહુકા લઈને

વસંતની  વધામણી  આપે

ફૂલે ફૂલે પતંગિયાના ટોળા 

ઊભરાય  રંગની  રંગત  ફેલાવે

વસંતમાં  વૃક્ષની  ડાળી પર

પંખીનો  છલકે  કલરવ

સૃષ્ટિનો  પ્રેમ વસંતમાં  વેરાય

પ્રકૃતિ  તત્ત્વ  એકબીજામાં વેરાય

ગુલ મહોર  અને ગરમાળાના ફૂલમાં

પથરાય વનવાસીનો  સ્નેહ

વસંતના વધામણા વસંત  પંચમીથી  શોભે

વસંતમાં  વૃક્ષની  ડાળી પર પંખીનો 

છલકે  કલરવ....

- રાજેશ બારૈયા 'વનવાસી' : (ભાવનગર)

યાદ

ધબકે   હજી  લીલીછમ  લાગણી,

હોય  ઉજાશ અંતરનો અંતરમાં,

ભરપુર  ભીના  થયા હૈયા ત્યાં,

નેણથી વરસે  અનરાધાર અમી

હેતથી  ગૂંથાય  મનગમતી  કળી,

આંગણું  મ્હેકતુ ઉરના ઉમંગે

શૃંગાર હોય ભલે સાદગીનો

ઉપવન  સદા ઉરનો  મધમઘતો

યાદોની  અટારીએ  ઝૂલતાં ઝૂલતાં

સહિયરના  ગોદે  શબ્દોની દોલત

દૂર ઊડતી  ધૂળની  ડમરી

ને સાંજ  ઢળતી  ખાસ નમણી.

હજી  રમે  મારા માનસપટ પર,

નયન રમ્ય  સ્મિત વેરતુ  પનઘટ,

ઊડતું  પતંગિયું  હજી વ્હાલમાં

રેલાય રંગો ઊગમણે  આભમાં.

- ચૌધરી  નારસિંગ : (સુરત)

ગઝલ

ધીરી  જરા  હવા  છે ગઝલ  છન્દમાં  લખો

કેવી  કોઈ  ફિલ્મ  છે ગઝલ છન્દમાં  લખો,

પાછી  ફરીને એ જ પુરાની  રદ્દીફ છે

ક્યાં  કાફિયા નવા  છે, 

ગઝલ છન્દમાં લખો,

શબ્દો  છે એક સરખા બધાયે  તો શું થયું

અર્થો  જુદા જુદા  છે, ગઝલ છન્દમાં  લખો

કોણે  કીધું કે મિસ્ટર-એે- સાની જરૂરી  છે,

બહુ મિસ્ર-એ-ઉલા  છે. 

ગઝલ છંદમાં લખો.

થોડુંક ધ્યાન રાખ કોઈ  માતરા ઉપર

લયની કમી જરા  છે ગઝલ છન્દમાં લખો,

લૈ ત્રાજવાને બેઠી તો છે કેવી શેરિયત

શેરો વજન  વિના  છે ગઝલ  

છન્દમાં લખો, બંદિશ  વગર અદબમાં 

'અસર' સાબ કેટલાં

શાયર રદી  સમા  છે ગઝલ છન્દમાં લખો

-  મહેશ અઘેરા'અસર' : 

(નવા થોરાળા-રાજકોટ)

Tags :