Magazines

સાંકડી જગ્યામાં સ્લાઈડિંગ દીવાલ અને દરવાજાનો ઉપયોગ તેને વિસ્તૃત બનાવે

By GS TEAM
12 Jan 20263 mins read
સાંકડી જગ્યામાં સ્લાઈડિંગ દીવાલ અને દરવાજાનો  ઉપયોગ તેને વિસ્તૃત બનાવે

મુંબઈ   જેવા   મહાનગરમાં  હવે એક એક  ઈંચની જગ્યાના  ભાવ  બોલાય છે અને માત્ર નાના  ફ્લેટ જ નહીં, પણ મોટા મોટા  ફ્લેટ્સ  સુદ્ધાં  દિનપ્રતિદિન  સંકોચાઈ રહ્યા  છે ત્યારે  માનવીએ વધુને વધુ  સંકળાશમાં ક્યાં સુધી સંકોચાતા  રહેવું પડશે આથી જ મુંબઈ જેવા  શહેરોમાં  રહેતા લોકોએ ઘરમાં વધુને વધુ  મોકળાશ  મળે  તે માટે અનેકવિધ  પ્રયત્નો ક્યારથીય  શરૂ કરી  દીધા  છે. આ બધામાં  સૌથી ઊડીને  આંખે વળગે  એવા ઉપાયોમાં  સૌથી અગ્રેસર  આવે છે,  સ્લાઈડિંગ  વોલ્સ અને ડોર! બધા જ જાણે  છે કે આ એક પડકારજનક  કામગીરી  છે, પણ તેનો ઉપયોગ અનિવાર્ય  છે. આમાં  સૌ પહેલા  આવે છે આંતરિક  ડિઝાઈન  કાર્યાત્મક અને સૌંદર્યલક્ષી  રીતે આનંદદાયક  અને અનુકૂળ  જગ્યા  બનાવવી એ એક સતત  વિકસિત થતો  પ્રયાસ છે.  શહેરમાં  રહેવાની જગ્યા સંકોચાતી રહે છે. ડિઝાઈનર્સ અને ઘરમાલિકો  બંને નવા ઉકેલો શોધી રહ્યાં  છે.  દરેક ચોરસ ઈંચને સુધ્ધાં  મહત્તમ  બનાવવા માટે  તેઓ મગજ કસી રહ્યાં છે. લોકપ્રિયતા મેળવી રહેલો આવા ે એક  ઉકેલ સ્લાઈડિંગ દીવાલો  અને દરવાજાનો  ઉપયોગ છે. આ ડિઝાઈન  તત્ત્વો  આધુનિક  સૌંદર્યશાસ્ત્રને વધારે  છે અને  જગ્યાના ઉપયોગને  અસરકારક  રીતે શ્રેષ્ઠ  બનાવે છે.

કોમ્પેક્ટ લિવિંગનો ઉદય

કોમ્પેક્ટ  અને મલ્ટિફંક્શનલ  લિવિંગના વધતા વલણ  સાથે  વધુ  જગ્યાની બચતની  માગ સતત વધતી જ રહી  છે.  સ્લાઈડિંગ દીવાલો અને દરવાજા વિવિધ જરૂરિયાતોને પૂર્ણ  કરવા માટે  જગ્યાને પરિવર્તન  કરી અનુકૂળ મુજબ  પ્રદાન  કરવાની પધ્ધતિ વધી રહી  છે, જે તેમને આધુનિક  શહેરી જીવનશૈલી  માટે યોગ્ય  અને સાનુકૂળ  બનાવે  છે.

ફ્લેક્સિબલ સ્પેસ

આ  બાબત સૌથી મહત્ત્વની   ચાવી તો એ છે કે સ્લાઈડિંગ  દીવાલો અને  દરવાજાનો ઉપયોગ કરવો આમ કરવાથી  ફ્લેક્સિબલ (લવચીક) લિવિંગ સ્પેસનું સર્જન થાય  છે. ભલે  તમે  મોટા  રૂમને  નાના, વધુ ઘનિષ્ઠ  ઝોનમાં  વિભાજિત કરો.  કે તેને  પરિવર્તિત  કરવા માગતા  હો તો અથવા સિમલેસ  ફ્લો બનાવવા માટે જગ્યા  ખોલવા  મિાગતા  હો ત્યારે આ ડિઝાઈન તત્ત્વો  અજોડ  માગતા હો ત્યારે આ ડિઝાઈન  તત્ત્વો  અજોડ  અનુકૂળક્ષમતા   પ્રદાન  કરે છે. કલ્પના કરો કે દિવસ દરમિયાન  બેડરૂમને  હોમ-ઓફિસમાં  અને રાત્રે  તે બંધ કરીને આરામદાયક  સુવાની જગ્યામાં  રૂપાંતરિત  કરો.   આવું  તો  સ્લાઇડિંગ  દીવાલથી જ શક્ય  બનશે.

રૂમની ગોઠવણીનું  આયોજન

પરંપરાગત  દરવાજા  વધુ જગ્યા લેનારા હોઈ  શકે  છે. અને  ફર્નિચરની ગોઠવણીને મર્યાદિત  કરી શકે છે. બીજી બાજુ   સ્લાઇડિંગ  દરવાજા ટ્રેક પર  સરકતા  હોય છે જેનાથી સ્વિંગ  સ્પેસની જરૂરિયાત  દૂર થાય  છે આ વધુ સર્જનાત્મક અને કાર્યક્ષમ ફર્નિચર  લેઆઉટ માટે પરવાનગી  આપે  છે જે ખાતરી  કરે છે કે રૂમના  છેક ઈંચનો  સારામાં સારો ઉપયોગ થાય છે.  કિચનથી બેડરૂમ  સુધી, સ્લાઈડિંગ  દીવાલો ઘરમાલિકોને શૈલી સાથે સમાધાન   કર્યા વિના તેમના રૂમની ગોઠવણીને  શ્રેષ્ઠતાનું રૂપ આપે  છે. તે માટે સક્ષમ  બનાવે છે.

વિઝ્યુલ સ્પેસનું વિસ્તરણ

નાની  જગ્યા  ઘણીવાર  સાંકડી અને સ્વાભાવિક રીતે જ મર્યાદિત  લાગે છે.  સ્લાઈડિંગ દીવાલો, વિસ્તારોને  ખોલવા અથવા બંધ કરવાની  ક્ષમતા સથે વધુ જગ્યામાં  દ્રશ્ય- ભ્રમ પૂરો પાડે  છે. ડિઝાઈનમાં  આ તત્ત્વોને  એકીકૃત  કરીને આંતરિક જગ્યા વધુ   વિસ્તૃત  અને હવાદાર અનુભવી શકે છે, જે શાંતિ અને આરામની  ભાવનામાં  ફાળો આપે છે.

સૌંદર્યલક્ષી આકર્ષણ 

સ્લાઈડિંગ દીવાલો અને  દરવાજા  આંતરિક  ડિઝાઈનમાં  સમકાલીન  અને આકર્ષક  સૌંદર્ય લાવે  સ્વચ્છ  રેખાઓ  અને આધુનિક ફિનિશ   ઓછામાં  ઓછી ડિઝાઈન  સ્ટાઈલની  વેરાઈટીને વધુૂને વધુ  દેખાડે  છે અને તેની કૃત્રિમતા  વધુને વધુ  અદ્રશ્ય  કરે છે.  તમે ભલે  અન્ય પ્રયત્ન કરતાં હો પણ આ સૌંદર્યલક્ષી પ્રયાસો  વધુ બળવત્તર  પૂરવાર  થાય છે. આમાં સ્લાઈડિંગ  દીવાલ કેન્દ્રબિન્દુ   બની શકે છે,  જે એકંદરે  ડિઝાઈન  આયોજનને વધારે છે.

પર્યાવરણીય  બાબતોનું  ધ્યાન જરુરી 

જગ્યા  બચાવવાના  તેમના સ્પષ્ટ  ગુણો ઉપરાંત  સ્લાઈડિંગ  દીવાલો અને દરવાજા  ઊર્જા  કાર્યક્ષમતામાં  પણ ફાળો આપી શકે  છે.  જ્યારે બંધ હોય છે ત્યારં આ બાબત ઈન્સ્યુલેશન  પ્રદાન કરે  છે અને જગ્યામાં આરામદાયક   તાપમાન જાળવવામાં સહાય  કરે છે. આ  ્રકારની ઊર્જા-- વપરાશને પણ ઘટાડે  છે. આમ સાંકડી   અને ઓછી જગ્યામાં  સ્લાઇડિંગ  દીવાલ  અને દરવાજા કેટલાં  ઉપયોગી પુરવાર થાય છે, એ કહેવાની  હવે જરૂર રહી નથી.

- વૈશાલી ઠક્કર