Magazines

ખોટી પગાર સ્લીપ બતાવી જોબ લીધી

By GS Team
17 Aug 20252 mins read
This article was originally published on 17 Aug 2025
ખોટી પગાર સ્લીપ બતાવી જોબ લીધી

લોકો જોબ મેળવવા આવેે ત્યારે કંપનીના માલિકોને કેવી રીતે જુઠ્ઠું બોલીને છેતરતા હોય છે તેનો એક કીસ્સો એક કંપનીના માલિકે લીંકડીન પર લખ્યો છે. નવા લીધેલા કર્મચારીની છેતરપીંડી જોઇને તેને જોબના અઢી મહિનામાં રવાના કરી દેવાયો હતો. વિગત એવી છે કે ટીન્ટ કોસ્મેટીકના માલિક અરિશા કૌરે લખ્યું છેકે તમણેે માર્કેટીંગમાં ટોપની પોઝીશન પર એક વ્યક્તિને તેમનો બાયોડેટા જોઇને રાખી હતી. જે નોકરી પર આવ્યો તેના અનુભવના પેપર અને પગાર સ્લીપ વગેરે ઓ.કે હતું. આ વ્યકિત તેની ટીમ સાથે કે બોસ સાથે બરોબર વાત પણ કરી શકતો નહોતો. તેના ફાળે આવતું કામ તે બીજાને સોંપી દેતો હતો. તે કોઇ કામ બતાવી શકતો નથી તે જોઇને તેના બાયોડેટામાં આપેલા પેપર ચેક કરવા શરૂ કર્યા હતા. ત્યારે ખબર પડી કે તેણે ખોટી સેલેરી સ્લીપ મુકીને જોબ મેળવી હતી. સેલેરી સ્લીપ સાચી જેવી લાગતી હતી પરંતુ તેમાં ૩૧ દિવસનો પગાર હતો અને કોઇ ટેક્ષ કપાત દર્શાવી નહોતી. તે સાચો જવાબ આપી ના શકતા કાઢી મુકાયો હતો.


સાયન્ટીફિક થીંકીંગને મહત્વ આપો

રાજ્યકક્ષાના ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે તાજેતરમાં વિદ્યાર્થીઓને સલાહ આપતાં કહ્યું હતું કે પરંપરાગત પ્રોગ્રામ સ્કીલને બહુ મહત્વ આપવાના બદલે  ફિઝીક્સ અને મેથેમેટીક્સનો પાયો મજબૂત બનાઓ.

તેમણે કહ્યું હતું કે ટેસ્લાના ઇલોન મસ્ક અને એનવિડીયાના સીઇઓ જેનસન હુઆંગના ટેકનોલોજી માટેના  મત કેવા છે તે પણ જાણવાનું રાખો. હકીકતે તો યુવા ટેકનોલોજીસ્ટોેએ સાયન્ટીફિક થીંકીંગ અને પ્રેાબલેમ નું નિવારણ લાવી શકે તેવી સ્કીલ વિકસાવવાની છે.


4 ઓક્ટોબરથી કલાકોમાં ચેકનું ક્લીયરીંગ

વેપારી આલમ માટે ખુશી અને ગમના સમાચાર એ છે કે રિઝર્વ બેંકના આદેશ અનુસાર ૪ ઓક્ટોબરથી બેંકમાં ભરેલો ચેક ગણત્રીના કલાકોમાં પાસ થઇને તમારી બેંકમાં તેના પૈસા જમા થઇ જશે. જે ચેક પાસ થવામાં  બે દિવસ લાગી જતા હતા તે હવે કલાકોમાં પાસ થઇ જશે. જેન્યુઇન વેપારીઓ માટે તે ખુશીની વાત છે પરંતુ જે લોકો ચેક આપ્યા પછી ક્લીયરીંગની તારીખના રોજ પૈસા જમા કરવાતા હતા તેમના માટે ત્વરીત રોકડનું આયોજન કરવું પડશે તે ખાતામાં પૈસા હોય તોજ ચેક ઇસ્યુ કરવો પડશે તેમના માટે આ ગમના સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ત્વરીત કલાકોમાં ચેક પાસ કરવાની પ્રેાસેસને બે તબક્કામાં પરફેક્ટ બનાવવા માંગે છે. પહલો તબક્કો ૪ ઓક્ટોબરે શરૂ કરાશે જે ૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચાલશે અને બીજો તબક્કો ૩ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થશે. ભારતમાં જ્યારે લોકો યુપીઆઇ  પેમેન્ટ તરફ વળ્યા છે ત્યારે ક્લીયરીંગમાં સુધારાની જરૂર હતી. હવે બે દિવસે ચેેકોના ક્લીયરીંગની વાત ભૂતકાળ બની જશે. બેંકીંગ ક્ષેત્રે અનેક સુધારા આવ્યા છે પરંતુ કલાકોમાં ચેકનું ક્લીયરીંગ મહત્વનું બની જશે જે બેંકોની ઇમેજ પણ સુધારશે.