Magazines

વિશ્વની સૌથી જૂની અને લાંબી કેનાલ : ચીનની ગ્રાન્ડ કેનાલ

By GS Team
11 Jul 20201 min read
This article was originally published on 11 Jul 2020
વિશ્વની સૌથી જૂની અને લાંબી કેનાલ : ચીનની ગ્રાન્ડ કેનાલ

ખે તી માટે નદીઓમાંથી નહેર કાઢવાની પરંપરા પ્રાચીન છે. વિશ્વના દરેક દેશમાં સિંચાઈ માટે નાની મોટી કેનાલ હોય છે. તેમાં ચીનની ગ્રાન્ડ કેનાલ સૌથી જૂની છે. યલ અને યાંગત્સે નદીને જોડતી આ કેનાલ ઇ.સ. ૫૮૧થી ૬૧૮માં બનેલી. અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામી છે.

ગ્રાન્ડ કેનાલની કુલ લંબાઈ ૧૭૭૬ કિલોમીટર છે. શાનડોંગની પર્વતમાળામાં તે ૪૨ મીટરની ઊંચાઈએથી પસાર થાય છે. 

નવાઈ લાગે કે નહેરના પાણી ઊંચે કેવી રીતે જાય ! પછી ચીનમાં ૧૦મી સદીમાં 'પાઉન્ડ લોક' નામનું સાધન વિકસેલું. યાંત્રિક દરવાજા વડે આ સાધનથી નહેરના પાણી સહિત તેમાં રહેલા જહાજ પણ ઊંચાઈએ ચઢે છે.

ગ્રાન્ડ કેનાલના જુદા જુદા હિસ્સા જુદા જુદા સમય ગાળામાં બનેલા. અનેક યુદ્ધો અને ભયંકર પૂર જેવા સંકટોમાં પણ તેની રચના ચાલુ રહેલી. 

આજે આ કેનાલ બેઇજિંગથી શરૂ થઈ હાંગચાઉ શહેરમાં પુરી થાય છે અને રસ્તામાં રાઇ, પણ, હુસાઈ, આં અને ક્વિન્ટાંલ એમ નદીઓ મળી જાય છે. આ નહેરનો ઉપયોગ જહાજની આવનજાવન માટે થાય છે.