Magazines
ગરોળીએ ઘર બનાવ્યું .
By GS TEAM
17 Oct 20251 min read

- બીજાના ઘરને અમુક લોકો ભલે પોતાનું ઘર માને ને નુકસાની વેઠે, પણ પોતાનું ઘર તો નહીંજ બનાવે
જંગલમાં એક ગરોળો અને ગરોળી. રહે ઝાડ હેઠળ, પથરા હેઠળ, જમીનની તિરાડમાં દબાઈને જીવન પૂરું કરે.
ટાઢ, તડકા વરસાદમાં તો તેમની જબરી ફજેતી થાય.
ગરોળી ચકલીને માળો બાંધતી જોતી.
સુગરીને ગૂંથી ગૂંથીને ઘર તૈયાર કરતી જોતી. અરે પેલો કાગડોય આડાઅવળા ડિંગલા ગોઠવી જેવો તેવો માળો બનાવતો.
ટાઢ-તડકો વરસાદ નહિ નડે, બસ.
ગરોળી તો આ સાંભળી આભી જ બની ગઈ.
પણ ગરોળાએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. આજે પણ ગરોળીએ છાજલી પર, પાટિયા પાછળ, ચોપડા હેઠળ, છબી નીચે.. રહે છે. માણસે બનાવેલા એ ઘરને જ તે પોતાનું ઘર માને છે.
હા, ક્યારેક ગરોળીનાં ગોળ ગોળ લખોટી જેવાં ઇંડાઓ પડી જઈને ફૂટી જાય છે ત્યારે ગરોળી અફસોસ કરે છે, પણ આળસુ ગરોળાને તેનીય ક્યાં પડી છે ? હજી તે પોતાનું ઘર નથી બનાવતો તે નથી જ બનાવતો!








