ધ ઍન હેથવે ડાયરીઝ .

એન હેથવે છેલ્લા ઘણા સમયથી 'ડેવિલ વેર્સ પ્રાડા-ટુ' ફિલ્મને કારણે ન્યુઝમાં છે. હવે એણે 'ધી પ્રિન્સેસ ડાયરીઝ-૩'ને જીવંત કરવાનો પ્રયાસ કરી રહી છે. 'ધી પ્રિન્સેસ ડાયરીઝ'માં તગડો રોલ કરીને ઍન હેથવે ફેમસ થઈ ગઈ હતી. પાર્ટ-થ્રીને સત્તાવાર રીતે લીલી ઝંડી મળી નથી તેમ છતાં, મળી હોવા છતાં, તેનો ઉત્સાહ દર્શાવે છે કે પડદા પાછળ ભારે ગતિવિધિ ચાલી રહી છે. તાજેતરની એક મુલાકાતમાં હેથવેએ સ્પષ્ટ કર્યું હતું કે પોતાની કારકિર્દી લોન્ચ કરવામાં સહાય કરનાર રોલનું ફરી ચિત્રણ કરવા બાબતે એ થનગન થનગન થઈ રહી છે. હેથવે અનુસાર વિલંબ માટે મુખ્ય કારણો પૈકી એક છે 'ડેવિલ વેર્સ પ્રાડા-ટુ'. આ પ્રોજેક્ટ અચાનક એની સામે આવી ગયો હતો. તેને કારણે થોડા સમય માટે એણે 'ધી પ્રિન્સેસ ડાયરીઝ ૩' તરફથી ધ્યાન હટાવી લેવું પડયું હતું. હવે જ્યારે પરિસ્થિતિ થાળે પડી રહી છે ત્યારે આશા રાખી રહી છે કે શાહી સિક્વલ તેની હવે પછીની પ્રાથમિકતા રહેશે. હેથવે અને તેના સહયોગીઓ કથાનક વિશે વધુ ચિવટ રાખી રહ્યા છે અને ખાતરી કરી રહ્યા છે કે ફ્રેન્ચાઈસી સાથે સંકળાયેલી અપેક્ષાઓ સંતોષાય. હેથવેએ કબૂલ કર્યું કે દર્શકો મૂળ ફિલ્મો સાથે ગાઢ ભાવનાત્મક જોડાણ ધરાવતા હોય છે, તેથી સિકવલમાં કંઈક વિશેષ હોવું અનિવાર્ય છે. હાઈ પ્રોફાઈલ સિક્વલોના પોતાના અનુભવ પરથી બોધપાઠ લઈને હેથવેએ જણાવે છે કે સિક્વલને પૂરતો ન્યાય આપવા માટે ઉત્કૃષ્ટતાથી ઓછું કંઈક જ કામ નહિ આવે.
ગેરી માર્શલ દિગ્દર્શિત અને મેગ કેબોટની નવલકથા પર આધારીત મૂળ ફિલ્મમાં ઍનનું કિરદાર ે યુરોપિયન રાજગાદીની વારસદાર છે. ફિલ્મનો લૂક, રમૂજ અને પરિપકવ થીમ દર્શકોમાં વ્યાપક પસંદગી પામ્યો હતો. સિક્વલ 'ધી પ્રિન્સેસ ડાયરીઝ ટુ: ધી રોયલ એન્ગેજમેન્ટ'માં ભાવિ મહારાણી તરીકે ઍનના પાત્રની જવાબદારીઓ વિસ્તારવામાં આવી. બંને ફિલ્મોને કમર્શિયલ સફળતા મળી અને એક વફાદાર ચાહક વર્ગ ઊભો થયો, જે ત્રીજી આવૃત્તિની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
સંભળાય છે કે 'ક્રેઝી રિચ એશિયન્સ'થી જાણીતી થયેલી એડેલ લિમ કદાચ પાર્ટ-થ્રીનું ડિરેક્શન કરે.
જોઈએ, જે હશે તો વહેલાંમોડું માંડવે આવ્યા વગર રહેશે નહીં.








