Magazines
પ્રાચીન ટેકનોલોજીની અદ્ભૂત ઘડિયાળ: પ્રાગ ઓર્લોજ
By GS Team
23 Nov 20191 min read
This article was originally published on 23 Nov 2019

વહાણવટાના વિકાસ સાથે તેને ઉપયોગી અનેક સાધનો પણ વિકસ્યા. ૧૫મી સદીમાં વિવિધ પ્રકારના ભૌમિતિક સાધનો ઉપરાંત ઘડિયાળો પણ બનતી. આ બધી વસ્તુઓ ચોકસાઈપૂર્વક કામ તો કરે જ પણ દેખાવમાં સુંદર અને કલાત્મક બનતી. ઈ.સ. ૧૪૧૦માં બનેલી પ્રાગ ઓર્લોજ ઘડિયાળ ટેકનોલોજીનો ઉત્તમ નમૂનો છે. ઝેકના પાટનગર પ્રાગ ખાતે આ ઘડિયાળ આવેલી છે અને વિશ્વપ્રસિધ્ધ છે.
પ્રાગ ઓર્લેજને એસ્ટ્રોનોમિકલ ક્લોક પણ કહે છે. તે સમય ઉપરાંત રાશિ ભ્રમણ, સૂર્યચંદ્રની સ્થિતિ તેમજ ઘણી ખગોળીય માહિતી દર્શાવે છે. વિશાળ કદની આ ઘડિયાળ સુંદર અને કલાત્મક છે. તેની આસપાસ દેવી દેવતાની મૂર્તિઓ છે.
પ્રાગ ઓર્લોજના ભૂરા રંગના વિશાળ ડાયલમાં ફરતા સૂર્ય, ચંદ્ર અને રાશિઓનાં પ્રતિકો અને સોનેરી રંગના રોમન આંકડા છે. આ ઘડિયાળ ૨૪ કલાકનો સમય બતાવે છે. ઈ.સ. ૧૮૭૦માં ઘડિયાળ હેઠળ કેલેન્ડર પણ ઉમેરવામાં આવેલું.




