Magazines

આગની ચેતવણી આપતા સ્મોક ડિટેકટર .

By GS TEAM
31 Oct 20251 min read
આગની ચેતવણી આપતા સ્મોક ડિટેકટર                      .

આગની પ્રાથમિક નિશાની ધૂમાડો છે. ધૂમાડો એટલે સળગતી વસ્તુમાંથી નીકળતા વાયુઓ અને રાખના સુક્ષ્મ રજકણો, સ્મોક ડિટેકટર નામનું સાધન ધૂમાડો થાય કે તરત જ ચેતવણી સાયરન કે ઘંટડી વગાડે છે.

સ્મોક્ ડિટેક્ટર બે પ્રકારનાં હોય છે. એક ફોટોઇલેકટ્રીક અને બીજા આયનાઇજેશન. બંને પ્રકારના સ્મોક ડિરેકટર જુદી જાતના ધૂમાડાને ઓળખે છે. ફોટોઇલેકિટ્રક પધ્ધતિમાં લેડ ટયૂબ દ્વારા ઇન્ફારેડ કિરણો વહેતા હોય છે.

આ કિરણો એક ટયૂબના છેડેથી પસાર થાય છે. ટયૂબના બીજે છેડે પ્રકાશીત લેમ્પ હોય છે. આ પ્રકાશ અને ઇન્ફારેડ કિરણો વચ્ચે સંપર્ક હોતો નથી પરંતુ ધૂમાડો પ્રવેશે ત્યારે તેના રજકણો પરાવર્તિત કરે છે અને ઇન્ફ્રારેડ કિરણોની ઝપટમાં આવી જાય છે. અને ચેતવણી બેલ વાગે છે. આયોનાઈઝેશન સ્મોક ડિટેકટરમાં એમિરિડિયમ નામનું રેડિયો એકિટવ દ્રવ્ય વપરાય છે. એક ગ્રામના ૫૦૦૦માં ભાગ જેટલું આ દ્રવ્ય ઘણું મોટું કામ કરે છે. આ રેડિયો એક્ટિવ રજકણો વહેતા હોય છે. ધૂમાડો પ્રવેશે ત્યારે તેમાં રહેલા નાઇટ્રોજનને કારણે આ પ્રક્રિયામાં ભંગ પડે છે. અને વીજપ્રવાહ અટકી જઇ ચેતવણીની ઘંટડી વાગે છે.