Magazines

વાળ ખરતા અટકાવવાના ઘરગત્થુ સરળ ઉપાયો

By GS TEAM
22 Jun 20262 mins read
વાળ ખરતા અટકાવવાના ઘરગત્થુ સરળ ઉપાયો

મહિલાઓમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે. પોલ્યુશનમાં વધતો જતો વધારો અને રસાયણોયુક્ત સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગમાં ંલેવાના કારણે વાળ જડથી નબળા પડૂ જવાથી ખરી પડતા હોય છે. સામાન્ય રીતે  દિવસમાં ૫૦ થી ૧૦૦ વાળ તૂટવું સામાન્ય હોય છે. પરંતુ તેનાથી વધુ વાળ તૂટે તો એ ચિંતાજનક છે. આની પાછળ વધતી વય, પ્રદૂષણ, અધિક તાણ, અત્યાધિક ધૂમ્રપાન, પોષક તત્વોની ઊણપ,હોર્મોન્સનું અસંતુલન,વાળમાં ઇન્ફેકશન, થાઇરોડ તેમજ એનિમિકથી લઇને ઘણા કારણો હોઇ શકે છે.

વાળને ખરતા અટકાવવાના 

ઘરગત્થુ ઉપાય

- લીમડાના પાન

લીમડાના પાનને પાણીમાં ઉકાળી આ પાણીથી વાળ ધોઇ ૫ થી ૧૦ મિનિટ સુધી માલિશ કરવું. જેથબ્માાનું બ્લડસર્કુયેલુશન વધવાથી વાળ મજબૂત થવાથી ખરતા અટકે છે. તેમજ વાળમાં ઇન્ફેકશન થતા રોકે છે.

- મેથી દાણા

મેથી દાણામાં ફોલિડ એસિક , પ્રોટીન, વિટામિન એ, સી અને કે સમયોલું હોય છે.જેથી તે વાળને મજબૂત કરીને ખરતા અટકાવે છે. મેથીના દાણાને રાતના ભીજવીને સવારે પેસ્ટ બનાવીને વાળમાં લગાડવી.  ગરમ પાણીમાં એક ટુવાલને ભીંજવી અને નીચોવીને વાળને લપેટી દેવો. અડધ ોકલાક પછી વાળ ધોઇ નાખવા. અઠવાડિયામાં બે વખત એક મહિના સુધી કરવું. 

- મીઠો લીમડો

મીઠા લીમડામાં એન્ટીઓક્સીડન્ટસની સાથેસાથે પ્રોટીન અને બિટા-કેરોટીન સમાયેલું હોય છે. જે વાળને મજબૂત કરીને ખરતા અટકાવે છે. મીઠા લીમડાની પેસ્ટ કરીને હેર ઓઇલમા ભેળવવું અને ગરમ કરવું. ઠંડું થાય પછી આ તેલથી વાળમાં મસાજ કરવો. બે અઠવાડિયા સુધી નિયમિત કરવું. 

- કાંદાનો રસ

કાંદાની છાલ ઉતારી તેના મોટા-મોટા ટુકડા કરવા. હવે તેને મિકસરમાં વાટી તેનો રસ કાઢવો. આ રસમાં એક મોટો ચમચો ગુલાબજળ અને એક ચમચો મધ ભેળવ વાળમાં માલિશ કરવું અને અડધો કલાક પછી શેમ્પુથી વાળ ધોઇ નાખવા.

-  જયવિકા આશર