Magazines

શાસ્ત્રોક્ત આચારસંહિતા .

By GS TEAM
20 May 20262 mins read
શાસ્ત્રોક્ત આચારસંહિતા                             .

- પોતે જાતે જ પોતાનાં વખાણ કરવાં એ આત્મહત્યા છે. (મહાભારત, કર્ણપર્વ)

- છૂપાઈને કોઈની ય વાતો સાંભળવી નહિ. (શુકનીતિ, ચાણક્યનીતિ)

- ઘીનો દીવો મૂર્તિની જમણી બાજુ-તેલનો દીવો ડાબી બાજુ રાખવો. (મંત્ર મહોદધિ)

- ઘરમંદિરમાં એક વેંતથી મોટી કોઈ મૂર્તિ રાખવી નહિ. (મત્સ્યપુરાણ)

- અતિથિને નિરાશ કરવાથી પુણ્યનો નાશ થાય છે. (વિષ્ણુસ્મૃતિ)

- આમંત્રણ વગર કોઈના ઘરે ક્યારેય જવું નહિ. (શિવપુરાણ, રામાયણ, સ્કંદપુરાણ)

- મા, દીકરી, બહેન સાથે પણ એકાંતમાં બેસવું નહિ. (મહાભારત, મનુસ્મૃતિ)

- ફૂટેલાં વાસણ, તૂટેલો ખાટલો, ઘરમાં રાખવાં નહિ. (મહાભારત, અનુપર્વ)

- સ્ત્રીએ કદી પોતાના પતિનું નામ લેવું નહિ. (શિવપુરાણ, રૂદ્ર ૫૪/૧૯)

- એક જ ઘરમાં એક જ વર્ષમાં બે લગ્ન  પ્રસંગ કરવા નહિ.  (નારદપુરાણ, નારદસંહિતા)

- ભરબપોરે કે મધરાતે પ્રવાસ માટે નીકળવું નહિ. (મત્સ્યપુરાણ)

- ગર્ભપાત કરવાથી (ભ્રુણહત્યા) બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. (પારાશર સ્મૃતિ)

- પાણી કે તેલમાં પોતાનો પડછાયો જોવો નહિ. (કૂર્મપુરાણ, પદ્મપુરાણ)

- બીજાનાં વસ્ત્રો કે પગરખાં પહેરવાં નહિ. (ગૌતમસ્મૃતિ, માર્કંડેય પુરાણ)

- પોતાની કમાણીનો દસમો ભાગ દાન કરવો. (સ્કંદ પુરાણ)

- બંને હાથોથી કદી માથું ખંજવાળવું નહિ. (મહાભારત, કૂર્મપુરાણ, વિષ્ણુસ્મૃતિ)

- ધનની ઇચ્છા રાખનારે કદી રાત્રે દહીં ખાવું નહિ. (શાન્તિપર્વ, બ્રહ્મવૈવર્તપુરાણ)

- ઊભા ઊભા કદી પાણી પીવું નહીં. (સ્કંદપુરાણ, બ્રહ્મપુરાણ)

- ગૃહસ્થોએ બત્રીસ કોળિયાથી વધુ ભોજન કરવું નહિ. (આપસ્તમ્બધર્મસૂત્ર)

- ભોજન કરતી વેળાએ મૌન રહેવું જોઈએ. (મહાભારત, શાન્તિપર્વ, સ્કંદપુરાણ)

- ભીના પગે ભોજન કરવું પણ ભીના પગે સૂવું નહિ. (અત્રિસ્મૃતિ, મહાભારત)

- ભોજન કર્યા પછી સોળ વાર કોગળા કરવા. (ધર્મસિંધુ, બ્રહ્મપુરાણ)

- રાત્રે ઝાડ નીચે બેસવું કે સૂવું નહિ. (મનુસ્મૃતિ, વિષ્ણુપુરાણ)

- પૂર્વ તરફ માથું રાખી સૂવાથી વિદ્યાપ્રાપ્તિ, પશ્ચિમ તરફ માથું રાખવાથી પ્રબળ ચિંતા, તણાવ, ઉત્તર તરફ રાખવાથી ધનહાનિ, જાનહાનિ, માનહાનિ અને દક્ષિણ તરફ માથું રાખવાથી ધનપ્રાપ્તિ, આયુષ્ય વૃદ્ધિ, સન્માનપ્રાપ્તિ થાય છે. (ભગવંત ભાસ્કર, આચારમયૂખ, મહાભારત)

- અન્ય સ્થળોએ કરેલું પાપ તીર્થસ્થળોએ નાશ પામે છે. પરંતુ તીર્થસ્થળોએ કરેલું પાપ વજ્રલેપ થઈ જાય છે. (ચાણક્યનીતિ, વિદુરનીતિ, સ્કંદપુરાણ)

- બીજાની રાઈના દાણાથી પણ નાની વસ્તુ કેમ ના હોય પણ તેના મૂળ માલિકની પરવાનગી-આજ્ઞાા-મંજૂરી વગર લેવી નહિ. (શિક્ષાપત્રી)

- જ્યાં અપૂજ્ય લોકોનો આદર થાય છે અને પૂજ્યજનોનો અનાદર થાય છે ત્યાં દુકાળ, ભય, મોત - આ ત્રણનો ઉપદ્રવ થાય છે. (સ્કંદપુરાણ)

- બીજાઓ દ્વારા કરાયેલું જેવું વર્તન આપણે નથી ઇચ્છતા તેવું વર્તન આપણે બીજાઓ પ્રત્યે કદીયે કરવું નહિ. (પદ્મપુરાણ, વિષ્ણુધર્મોત્તર, મહાભારત-શાન્તિપર્વ)

- સંકલન : પી. એમ. પરમાર