Magazines

સ્કાર્લેટ જોહાન્સન : મહિલાઓ માટે હોલિવુડ હજુય કપરું છે

By GS TEAM
30 Apr 20261 min read
સ્કાર્લેટ જોહાન્સન : મહિલાઓ માટે હોલિવુડ હજુય કપરું છે

સ્કાર્લેટ જોહાન્સને તાજેતરમાં ૨૦૦૦ના દાયકાના પૂર્વાર્ધમાં હોલિવુડમાં કામ કરતી યુવા  મહિલાને થતા અનુભવો વિશે પોતાના બેબાક મંતવ્યો રજૂ કર્યા હતા. 

'લોસ્ટ ઈન ટ્રાન્સલેશન' અને 'ગર્લ વિથ એ પર્લ ઈયરીંગ'માં પ્રશંસનીય પરફોર્મન્સથી પ્રસિદ્ધિ પામેલી જોહાન્સન ટૂંક સમયમાં નોંધપાત્ર ઊંડાણ ધરાવતી પરફોર્મર તરીકે સ્થાપિત થઈ ગઈ. શરુઆતમાં એને ઓફર થતાં પાત્રો મોટાભાગે 'પરસ્ત્રી' અથવા 'આકર્ષક લલના' પ્રકારના જ રહેતા, જેમાં ભાગ્યે જ કશુંય ઊંડાણ જોવા મળતું. જોહાન્સન સ્પષ્ટતા  કરે છે કે આવા ટાઈપકાસ્ટિંગમાં તેને એક કલાકાર તરીકે પોતાની ક્ષમતા પૂર્ણ રીતે દર્શાવવાની તક નહોતી મળતી.

તીવ્ર સ્પર્ધા અને અનિશ્ચિતતા માટે પ્રખ્યાત ફિલ્મ ઉદ્યોગમાં જોહાન્સન તકો ગુમાવવાના સતત ભયને યાદ કરે છે. આ તક છેલ્લી હોઈ શકે એવી ચિંતા ઘણીવાર રચનાત્મક સંતોષ ન મળતો હોય તો પણ ઓફર સ્વીકારવા પ્રેરે છે. જોકે સમય જતા જોહાન્સને પોતાની કલામાં તેમજ ઉદ્યોગમાં પોતાના સ્થાન પર વિશ્વાસ રાખીને  રોલની પસંદગીમાં વધુ તકેદારી રાખવાનું શરૂ કર્યું. જોહાન્સન નોંધે છે કે થિયેટરે તેનામાં વિનમ્રતા અને રચનાત્મક સ્વતંત્રતાની લાગણી જન્માવી જેનાથી તે ટાઈપકાસ્ટિંગ અને છબી આધારીત અપેક્ષાઓથી પર થઈને ભાવના આધારીત પરફોર્મન્સ આપવા સક્ષમ બની.

આજે, જોહાન્સન ઉદ્યોગને વધુ સકારાત્મક નજરે જુએ છે.  

નિયંત્રિત ટાઈપકાસ્ટ રોલથી વધુ રચનાત્મક સંતોષકારક તકો સુધીની તેની સફરમાં જોહાન્સનના ઉદ્યોગ પ્રત્યેના દ્રષ્ટિકોણમાં મોટુ પરિવર્તન આવ્યું છે તે હકીકત છે.