Get The App

ભાવિ નિર્માણનું ધ્યેય

આજકાલ - પ્રીતિ શાહ .

Updated: Nov 23rd, 2019

GS TEAM

Google News
Google News
ભાવિ નિર્માણનું ધ્યેય 1 - image


કેટલાક શિક્ષકોનું કાર્ય જોઈએ, ત્યારે ચાણક્યનું 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા' એ સૂત્ર યાદ આવ્યા વિના ન રહે. આવા એક શિક્ષક છે શશિકુમાર બી.એસ. ૪૨ વર્ષના શશિકુમારનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. પરંતુ નાનપણથી જ અભ્યાસમાં હોંશિયાર હતા.

એમણે બોટની વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ બી.એડ.અને એમ.ફિલ.નો અભ્યાસ કર્યો. છેલ્લાં સોળ વર્ષથી મોરારજી દેસાઈ રેસિડન્ટ સ્કૂલમાં તેઓએ શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. આજે કર્ણાટકના નેલમંગલા જિલ્લામાં યલેકૈતનહલ્લી ગામમાં ગર્વનમેન્ટ હાઈસ્કૂલમાં તેઓ વિજ્ઞાાનના શિક્ષક તરીકે કાર્યરત છે. આ ગામમાં તેઓ 'શશિ સર' તરીકે જાણીતા છે. એનું કારણ એ છે કે તેઓ પોતાના વિદ્યાર્થીઓને તદ્દન અનોખી અને રસપ્રદ રીતે ભણાવે છે.

શશિકુમાર પુસ્તકિયા જ્ઞાાનમાં વિશ્વાસ નથી કરતા. તેઓ કહે છે કે તેઓ ક્યારેય વિદ્યાર્થીઓને, સીધે સીધા પાઠયપુસ્તકમાંથી ભણાવતા નથી. તે દરેક સિધ્ધાંતને પ્રેકટીકલ રૂપમાં સમજાવે છે, તેથી વિદ્યાર્થીઓને ખૂબ રસ પડે છે. એ પછી પ્રયોગને આધારે વિધાર્થીઓને પરીક્ષા સમયે ખાસ કોઈ ચિંતા હોતી નથી અને કશાય ભારર વિના પરીક્ષા આપે છે. તુમકૂરમાં રહેલા શશિકુમારની યલેકૈતનહલ્લી ગામમાં આવેલી સ્કૂલ ત્રીસ કિમી. દૂર છે.

તેઓ રોજનો સાઠ કિમી. પ્રવાસ કરે છે, તેમ છતાં સ્કૂલ છૂટયા બાદ પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. એની પાછળનો તેમનો ઉદ્દેશ એટલો જ છે કે એમના અભ્યાસકાળ દરમિયાન પોતે જે શીખ્યા છે, તે એમના વિદ્યાર્થીઓને શીખવવું. એ માટે થોડી વધારે મહેનત કરવી પડે તો પણ એનો એમને આનંદ છે. તેમનો એવો સતત પ્રયત્ન રહે છે કે બાળકો પોતાના રોજિંદા જીવનમાં વિજ્ઞાાનના વિષયને સમજે અને એનો ઉપયોગ કરે.

આ બધાને કારણે આજે એમની સ્કૂલનાં બાળકો વિજ્ઞાાનમાં લગભગ નેવું ટકા માર્કસ લાવે છે. બાળકોને ભણાવવાની સાથોસાથ તેઓ અન્ય શિક્ષકોને પણ માર્ગદર્શન આપે છે. તેમણે શિક્ષકો માટે આઠ મોડયૂલ તૈયાર કર્યા છે. તે ઉપરાંત 'કર્ણાટક સાયન્સ ટીમ'ના નામથી શિક્ષકો માટે એક વોટ્સએપ ગુ્રપ બનાવ્યું છે.

આ ઉપરાંત તેઓ એમની સ્કૂલમાં વિદ્યાર્થીઓને જે પ્રવૃત્તિ કરાવે છે, તેના વિડિયો અને ફોટોગ્રાફ ગૂ્રપમાં મૂકે છે. જેથી અન્ય શિક્ષકોને એમાંથી પ્રેરણા મળે. તેઓએ પોતાના બ્લોગ અને યુ-મોડયૂલ લખ્યા છે અને તે શિક્ષણક્ષેત્રે કામ કરતી સામાજિક સંસ્થાઓને આપ્યા છે તે પણ તદ્દન નિઃશુલ્ક ! આજે એના દ્વારા ત્રણ હજારથી પણ વધુ ગરીબ વિદ્યાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે.

શશિકુમાર ૨૦૧૧માં જ્યારે આ સ્કૂલમાં આવ્યા, ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હતી અને સરકાર તરફથી ખાસ કોઈ ગ્રાન્ટ પણ મળતી નહોતી, પરંતુ તેઓ માને છે કે વિદ્યાર્થીઓ દસ હોય કે એકસો પણ તેઓનું 

ભવિષ્ય આપણા માટે મહત્વનું હોવું જોઈએ. તેથી તેમને માટે પર્યાપ્ત સંસાધનો ઉપલબ્ધ કરાવવા એ આપણી જવાબદારી છે. આવી વિચારધારાને કારણે તેમણે પોતાની રીતે ગામના લોકો, સામાજિક સંગઠનો અને દાતાઓની મદદથી સ્કૂલમાં ઘણા સુધારાઓ કરાવ્યા. વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટર, કમ્પ્યૂટર, લેબોરેટરી અને જરૂરી ચીજવસ્તુઓની સગવડ કરી. તેઓ પોતાના વિદ્યાર્થીઓને ઓછા પૈસાથી પ્રવૃત્તિ કરાવે છે. જેથી તે વિષયને સમજે અને 'બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ'ની પ્રવૃત્તિ પણ થાય.

આજે એમની પાસે ભણેલા ઘણા વિદ્યાર્થીઓ મેડિકલ અને એંજિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં ઉત્તમ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. મૈસૂરથી એમ.ડી. થયેલા ડો.નરેશચારી એમની કારકિર્દીનો યશ શશિકુમારને આપે છે. વિદ્યાર્થીઓ સાથે ધનિષ્ઠ સંબંધ ધરાવનારા શશિકુમાર સ્કૂલ પછી ચાલતા એકસ્ટ્રા વર્ગ પૂરા થયા પછી ગરીબ વિદ્યાર્થીઓને પોતે રીક્ષામાં મૂકવા જાય છે.

વિજ્ઞાાન ઉપરાંત પાણી સંરક્ષણ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક- ફ્રી સમાજ જેવા કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરે છે. ૨૦૧૯ની પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત શશિકુમાર માત્ર એક જ વાત કહે છે, 'તમારો વ્યવહાર પરિવર્તન લાવે છે. ક્યારેય કોઈ સન્માન મેળવવા માટે કામ ન કરો, પરંતુ એ વિદ્યાર્થીઓ માટે કામ કરો કે જેનું ભવિષ્ય તમારા હાથમાં છે. જો તમે તમારા કામ પ્રત્યે જવાબદાર અને જાગૃત રહેશો, તો સન્માન આપોઆપ તમારી પાસે આવશે.'

વેદનામાંથી વિજય ભણી

સિમોન કહે છે કે એની નાનીએ એને ખૂબ પ્રેરણા આપી. ક્યારેય હતાશ કે નિરાશ ન થવા દીધી. એને ક્યારેય એવું નથી લાગ્યું કે તે એની માતાની ઓરમાન મા છે.

નાની સિમોનને અહીં ખૂબ મજા આવવા લાગી. જિમ્નેસ્ટીકમાં કેટલાક બાળકોને જે બાબત શીખતા વર્ષોના વર્ષો લાગે તે સિમોન થોડા દિવસમાં જ શીખી જતી. બહુ ઝડપથી એની ખ્યાતિ અમેરિકામાં ફેલાઈ ગઈ. તેની માતા શેનોન પણ ટેલિવિઝન પર પોતાની પુત્રીના સમાચાર સાંભળતી હતી. ઘણી વખત તેને દોડીને મળવા જવાનું મન થતું હતું.

પરંતુ નાનાની સખ્તાઈને લીધે તે એવું કરી શક્તી નહીં. તેણે ડ્રગના નશામાંથી મુક્તિ મેળવી લીધી હતી, પરંતુ કાયદાકીય રીતે તે પોતાનાં બાળકો પરનો અધિકાર ગુમાવી ચૂકી હતી. અને તે નહોતી ઇચ્છતી કે એના લીધે બાળકોની કારકિર્દી પર અસર પડે. જોકે પાંચ વર્ષ પહેલાં તેની માતાને મળી હતી, એને એની માતા સિમોન સામે કોઈ ફરિયાદ નથી. તે અવારનવાર ફોનથી વાત પણ કરે છે. સિમોન મેડલ જીતે, ત્યારે તેની માતા બધાને ચોકલેટ ખવડાવે છે.

નાનું કદ ધરાવતી અશ્વેત છોકરી તરીકે સિમોને વિશ્વનું ધ્યાન ખેચ્યું. તેણે એટલા ગોલ્ડ મેડલ મેળવ્યા કે તે 'ગોલ્ડન ગર્લ' તરીકે ઓળખાવા લાગી. તે ત્રણ કરતબ એક સાથે કરે છે અને તેને 'ધ બાઈલ્સ'નામ આપવામાં આવ્યું છે. ફલોર ઇવેન્ટમાં તે ટ્રીપલ- ડબલ (બે ક્લિપ સાથે ત્રણ ટ્વીસ્ટ) કરે છે તેને 'બાઈલ્સ ટુ'નામ આપવામાં આવ્યું છે. બાઈલ્સ માને છે કે આ જ એને માટે મોટો પુરસ્કાર છે.

અત્યારે તે ટોકિયો ઓલિમ્પિકની તૈયારી કરી રહી છે. જિમ્નેસ્ટીકમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ મેડલ મેળવનારી સિમોન બાઈલ્સને વિશ્વ મહાન જિમનાસ્ટ તરીકે યાદ કરે તેવી તક તેને ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં છે.

Tags :