Magazines

થા વો ઝમાના રોશન થા આશિયાના...

By GS Team
9 Nov 20192 mins read
This article was originally published on 9 Nov 2019

આજે તો પોત પોતાનું જ ભાણું ને પોત પોતાનું ગાણું... બીજું કાઈને ના જાણું... માનવતાનો દુકાળ જોવા મળે... જગત સ્વાર્થી થયું તેમાં સારથી પણ જોડાયા.. 

ઝરાસે રીઝક મેં બરકત ભી કિતની હોતી થી

ઓર એક ચિરાગ સે કિતને ચિરાગ જલતે થે... અતાઉલ્લાહ

ત મે માનો કે ના માનો એ જમાનો હતો કે લોકોની આવક (રીઝક-  Income)ઓછી પણ તેમાં એટલી ખુશાલી (બરકત-properity)) રહેતી કે ચાલીમાં રહેનાર જાણે મહેલમાં ના રહેતો હોય... લોકોમાં ભલાઈ પણ એટલી કે એક દીવો સળગાવે તો બીજાનો પણ પ્રગટાવી ખુશ થાય.. ભલાઈ તે કેવી પોતે એકલો મલાઈ ખાઈને બેસી રહે નહિ બીજાને પણ ખવડાવી અન્નદાનનું પુણ્ય કમાઈ લે.. આજે પરિસ્થિતિ તદન વિપરીત જોવા મળે.. આજે તો પોત પોતાનું જ ભાણું ને પોત પોતાનું ગાણું... બીજું કાઈને ના જાણું... માનવતાનો દુકાળ જોવા મળે... જગત સ્વાર્થી થયું તેમાં સારથી પણ જોડાયા.. લુંટ ને લાલચથી આ પવિત્ર ધરતીને લોકોએ ગંદી કરી નાખી તેથી જ તો મંદીએ માઝા મુકવા માંડી....

શાયર મોઈન કહે છે કે: જીસકો કહેતે હે મુહબ્બત... જીસકો કહેતે હે ખુલુસ... ઝોપડોમે હો તો હો પુખ્તા મકાનો મેં નહિ...

મેલી મુરાદ વગરનો નિખાલસ (Clearness of heart) પ્રેમ ઝુપડાઓમાં સમદુખીયા લોકોમાં જોવા મળે... બાકી મોટા મોટા મકાનો ખરા પણ એમના મન એવા ખારા લાગે કે મોઢામાંથી નિસાસા સિવાય કશું જ નીકળે નહિ... દીવો પ્રગટાવવામાં નહિ ઓલવી નાખીને અંધારામાં તડપતા લોકોનો આનંદ લેનારા સમાજમાં વધતા જાય તો સમજી લેવું એ ચડતી નહિ પડતીના સ્પષ્ટ એધાણ છે....

થા વો ઝમાના ખ્વાબ હો ગયા અલતાફ

ઝમાના આજ ભી વોહી ઇન્સાન બદલ ગયે...