Magazines

જાતજાતની શિકારી વનસ્પતિ

By GS Team
21 Feb 20201 min read
This article was originally published on 21 Feb 2020
જાતજાતની શિકારી વનસ્પતિ

જંગલી પ્રાણીઓ શિકારી હોય તે જાણીતી વાત છે. દરેક સજીવ ખોરાકની શોધમાં જાતજાતની રીત અપનાવે છે. વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી ખોરાક મેળવે છે પરંતુ જાણીને નવાઈ લાગશે કે કેટલીક વનસ્પતિ મચ્છર જેવા જીવડાંનો શિકાર કરે છે. અલબત્ત વનસ્પતિ શિકાર પાછળ દોડી શકે નહીં પરંતુ શિકાર આપોઆપ તેની પાછળ આવે તેવી તરકીબો હોય છે. વિશ્વમાં લગભગ ૪૦૦ જાતના સુંદર ફૂલછોડ આવા શિકારી છે. દરેકની શિકાર કરવાની રીત જુદી જુદી હોય છે.

પીચર પ્લાન્ટ શંખ આકારના પાન ધરાવે છે. ગોળાકાર શિંગડા જેવા પોલા પાનના દ્વાર ઉપર ચીકણું દ્રવ્ય હોય છે. મચ્છર જેવા જીવડાં ઉડતાં ઉડતાં નજીક આવે એટલે તેમાં ચોંટીને તળિયે ઉતરી જાય છે.સનડયૂ એ વિનસ ફ્લાય ટ્રેપ તો છટકા જેવા પાનની વનસ્પતિ છે.પાન ઉપર જીવડું બેસે કે તરત જ ભૂંગળુ વળી જાય અને તેને દબોચી લે.

બટર વર્ટસના પાન તો માખણ જેવા ચીકણા હોય છે. કીડી મકોડા જેવા જીવ તેમાં ચોંટી જાય પછી છટકી શકે નહી. મન્કી ફ્લાવરના ફૂલ પણ જીવડાં બેસે કે તરત જ બિડાઈ જાય છે.ઘણી વનસ્પતિ એવી છે કે નજીકના વૃક્ષ કે છોડને મારીને તેમનો ખોરાક લઈ લે. આવી વનસ્પતિના મૂળ જમીનમાં ફેલાય અને બીજી વનસ્પતિના મૂળમાં રોગ ફેલાવી તેને મારી નાખે અને તેનો ખોરાક લઈ લે છે.વનસ્પતિના છટકામાં ફસાયેલા જીવડાંનું તેમાં જ પાચન થઈ તેનો ખોરાક બને છે.