Magazines

2025માં નેશનલ એવોર્ડ્સના હકદાર

By GS TEAM
25 Dec 20251 min read
2025માં  નેશનલ એવોર્ડ્સના હકદાર

- શાહરૂખ ખાને ૩૩ વરસની પોતાની કરીઅરમાં   પોતાની  ફિલ્મ 'જવાન' માટે બેસ્ટ એક્ટર  તરીકે પહેલો નેશનલ મેળવ્યો.

- રાની મુખરજી પર પણ સત્યઘટના  પર આધારિત  બહુચર્ચિત  ફિલ્મ 'મિસીસ ચેટરજી  વર્સીસ  નોર્વે'  માટે પહેલીવાર  બેસ્ટ એક્ટ્રેસ તરીકેના નેશનલ  એવોર્ડ્સની  નવાજેશ થઈ.

- પ્રોડયુસર- ડિરેક્ટર   વિધુ વિનોદ ચોપરાની '૧૨વી ફેલ ' (હિન્દી)  બેસ્ટ  ફીચર  ફિલ્મનો  નેશનલ  એવોર્ડ  જીતી ગઈ.

- આ જ  ફિલ્મ માટે   વિક્રાંત મેસ્સીએ  બેસ્ટ એક્ટર  તરીકેનું  સન્માન  મેળવ્યું.

- જાનકી બોડીવાલાને 'વશ' ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ મળ્યો. ગુજરાતી- હિન્દી બન્ને વર્ઝનમાં જાનકીએ વશીભૂત યુવતીનો અફલાતૂન અભિનય  કર્યો છે.

કરણ જોહરની  ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' બેસ્ટ  પોપ્યુલર  મૂવી બની.  તેના 'ઢિઢેરા બાજે રે' ગીત માટે વૈભવી મર્ચન્ટ ે બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ  મેળવ્યો. 'ધ કેરલા સ્ટોરી'  માટે સુદ્વિપો  સેન બેસ્ટ ડિરેક્ટરનું  સન્માન મેળવી ગયા.  'જવાન'  માટે ચલયા સોંગ ગાઈને શિલ્પા રાવ  બેસ્ટડ  ફિમેલપ્લેબેક  સિંગરનો એવોર્ડ  જીતી, તો બેસ્ટ  મેલ પ્લેબેક સિંગરનો  એવોર્ડ પીવીએન એસ. રોહિતને  તેલુગુ ફિલ્મ 'બેબી'ના ગીત પ્રેમીતુન્ના માટે અપાયો.   તમિલ  ફિલ્મ 'વાથી' માટે જી.વી.  પ્રકાશ  કુમાર બેસ્ટ   મ્યુજિક  ડાયરેક્ટર્સનો એવોર્ડ  મળ્યો. હિન્દી  ફિલ્મ  'એનિમલ'  માટે હર્ષવર્ધન  રામેશ્વર  બેસ્ટ બેકગ્રાઉન્ડ મયુઝિકનો એવોર્ડ  જીત્યો.