બજારની વાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્ડિયન મેડ વાઇન મશીનરી ઇન ઇટાલી
'મેક-ઇન-ઇન્ડિયા' વાઇન મશીનરીને ઇટાલીમાં સફળતા મળી છે. આ મહિનાની શરૂઆતમાં, નાસિકની એક ઓછી જાણીતી વાઇન-ઇક્વિપમેન્ટ ઉત્પાદક કંપની, 'એનવિઝન ઇક્વિપમેન્ટ્સ' એ ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં એરોમા મલ્ટિપ્લાયર ટેન્કની જોડી શિપિંગ કરી હતી. વાઇન-મશીનરી ઉત્પાદનના વૈશ્વિક હબ ગણાતા ઇટાલીએ ભારતમાંથી વિશિષ્ટ વાઇન સાધનોની આયાત કરી હતી. મુંબઈના ન્હાવા શેવા બંદરેથી ઇટાલી તરફ જઈ રહેલા આ વિશાળ મશીનો (જેમાં ૨,૦૦૦ અને ૧,૨૦૦ લીટરની ક્ષમતા છે)નો પ્રવાસ ભારતના વાઇન-ઇક્વિપમેન્ટ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અગાઉ, નેપાળ, શ્રીલંકા અને યુગાન્ડા સહિતના દેશોમાં વાઇન પ્રોસેસિંગના સાધનો નિકાસ કરવામાં આવ્યા હતા. તેમ છતાં, ત્રણ વાઇન-મશીન ઉત્પાદકોએ જણાવ્યું હતું કે તેમનો વિકાસ અને લાંબા ગાળાની સ્થિરતા યુરોપમાં નિકાસ કરવા કરતાં વધુ એ વાત પર નિર્ભર કરશે કે રાજ્ય સરકારો વાઇન નીતિઓને કેટલી ઉદાર બનાવવા અને સ્થાનિક વાઇનરીઓના વિકાસને પ્રોત્સાહન આપવા તૈયાર છે. અમે જે હમણાં નિકાસ કરી છે તે અંદાજે પાઉન્ડ ૨૧,૦૦૦ ની નાની કન્સાઇનમેન્ટ છે, અને અમે અમારા ઇટાલિયન ખરીદદાર સાથે અન્ય ૧૦ મશીનો નિકાસ કરવા માટે વાતચીત કરી રહ્યા છીએ. પરંતુ પ્રતીકાત્મક રીતે, આ બહુ મોટો અર્થ ધરાવે છે. મેક-ઇન-ઇન્ડિયા વાઇન સાધનો ઇટાલી જેવા દેશમાં મોકલવામાં આવી રહ્યા છે તે ગૌરવ કહી શકાય.
અંધેરી વેસ્ટ લક્ઝરી ઘર ખરીદદારોની પસંદ
પ્રોપર્ટીના ભાવ વધવા અને લક્ઝરી હાઉસિંગ લોન્ચને વેગ મળવાની સાથે, અંધેરી વેસ્ટ મુંબઈના પ્રીમિયમ રિયલ એસ્ટેટ માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે. પરંતુ હોમબાયર્સને આ પશ્ચિમ ઉપનગર તરફ શું આકષત કરી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અંધેરી વેસ્ટમાં પ્રોપર્ટીના ભાવ સતત વધ્યા છે, જેમાં ૨૦૨૬ માં વૃદ્ધિની ઝડપ વધુ વધી છે. મુંબઈમાં ઘર ખરીદવું એ હંમેશા લોકેશન, સ્પેસ અને કિંમત વચ્ચેનું સંતુલન સાધવાની બાબત રહી છે. પરંતુ અંધેરી વેસ્ટ ઉત્તમ કનેક્ટિવિટી, સ્થાપિત સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રીમિયમ ઘરોનો વધતો પુરવઠો ઓફર કરીને આ ત્રણેય બાબતોનું સંયોજન શોધી રહેલા હોમબાયર્સને વધુને વધુ આકર્ષિત કરી રહ્યું છે, જે તેને શહેરના મુખ્ય રહેણાંક બજારોમાંથી એક બનાવે છે. આ વિસ્તારમાં જે પ્રકારના હાઉસિંગ ડેવલપ થઈ રહ્યા છે તેમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં બિલ્ડરો વધુને વધુ એવા ખરીદદારોને લક્ષ્ય બનાવી રહ્યા છે જેઓ મોટા ઘરો, આધુનિક સુવિધાઓ, વધુ ગોપનીયતા અને બહેતર જીવનશૈલી ઇચ્છે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ, રીડેવલપમેન્ટ અને નવા લક્ઝરી પ્રોજેક્ટ્સ તેના આકર્ષણમાં વધારો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અંધેરી વેસ્ટમાં પ્રોપર્ટીના ભાવ સતત વધ્યા છે, જેમાં ૨૦૨૬ માં વૃદ્ધિનો દર ઝડપી બન્યો છે.
7-Elevenએ ભારતના બાકીના 31 આઉટલેટ્સ બંધ કર્યા
જાપાનીઝ કન્વિનિયન્સ સ્ટોર ચેઇન ૭-ઈનીપીહ એ ભારતમાં તેના બાકીના તમામ ૩૧ આઉટલેટ્સ બંધ કરી દીધા છે, જેનાથી ખરૂ૨૬ માં લગભગ રૂાપિયા ૯૦ કરોડના ચોખ્ખા નુકસાનની જાણ કર્યા પછી રિલાયન્સ રીટેલ સાથેની તેની પાંચ વર્ષની ભાગીદારીનો અંત આવ્યો છે. જોકે, આ બંધ થવાનો અર્થ ભારતીય માર્કેટમાંથી બ્રાન્ડની કાયમી એક્ઝિટ જ છે તેવું નથી, કારણ કે તેની પેરન્ટ કંપનીએ ભારતીય ગ્રાહકોને સેવા આપવા માટે અન્ય રસ્તાઓ શોધવામાં રસ દાખવ્યો છે. ૭-ઈનીપીહ ની જાપાની પેરન્ટ કંપની 'સેવન એન્ડ આઈ હોલ્ડિંગ્સ' (જીીપીહ ઃ ૈ ર્લ્લનગૈહયજ) એ પુષ્ટિ કરી છે કે રિલાયન્સ રીટેલે મુંબઈ અને પુણેમાં કાર્યરત તમામ ૩૧ સ્ટોર્સ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ બંધ કરી દીધા છે. આ સ્ટોર્સ બંધ થવા સાથે જ ૨૦૨૧ માં આ વૈશ્વિક કન્વિનિયન્સ સ્ટોર ચેઇનને ભારતમાં લાવનાર ફ્રેન્ચાઇઝી કરારનો અંત આવ્યો છે. આ બિઝનેસ તેના પીક પોઇન્ટ પર લગભગ ૬૦ આઉટલેટ્સ સુધી વિસ્તર્યો હતો પરંતુ સ્થાનિક કરિયાણાની દુકાનો અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ તરફથી સ્પર્ધા વચ્ચે નફાકારક સ્થિતિ સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ૭-ઈનીપીહ એ ૯ ઓક્ટોબર, ૨૦૨૧ ના રોજ ભારતમાં પ્રવેશ કર્યો હતો.
નોએલ ટાટા 12 નવેમ્બરે ટાટા ગુ્રપની મુખ્ય કંપનીઓના બોર્ડમાંથી નિવૃત્ત થશે
નોએલ ટાટા નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ માટેની ગુ્રપની નિવૃત્તિ નીતિ અનુસાર ૭૦ વર્ષની વયે ટાટા ગુ્રપની છ કંપનીઓના બોર્ડમાંથી રાજીનામું આપશે, પરંતુ ગુ્રપમાં ગવર્નન્સ વિવાદો વચ્ચે પણ ટાટા સન્સના બોર્ડમાં ટાટા ટ્રસ્ટ્સના નામાંકિત (નોમિની) ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે. ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટા ૧૨ નવેમ્બરે ૭૦ વર્ષના થશે ત્યારે નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ માટેની ગુ્રપની નિવૃત્તિ નીતિ અનુસાર ટાટા ગુ્રુપની છ કંપનીઓના બોર્ડમાંથી પદ છોડશે. જોકે, તેઓ ગુ્રપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના બોર્ડમાં ટાટા ટ્રસ્ટ્સના નોમિની ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે. ટાટા ટ્રેન્ટ (્િીહા), વોલ્ટાસ (ર્ફનાચજ), ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન અને ટાટા ઇન્ટરનેશનલના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી નિવૃત્ત થશે. તેઓ ટાટા સ્ટીલ અને ટાઇટન કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી પણ રાજીનામું આપશે. ૭ નવેમ્બરે યોજાનારી ટાટા સ્ટીલની બોર્ડ મીટિંગ, ડિરેક્ટર તરીકેના તેમના કાર્યકાળની છેલ્લી મીટિંગોમાંની એક હશે. નોએલ ટાટાએ આ વર્ષની શરૂઆતમાં દરેક કંપનીઓની એન્યુઅલ જનરલ મીટિંગ (છય્સ્) માં આ જાહેરાત કરી હતી. તેઓ નિવૃત્ત થયા પછી આ હોદ્દાઓ પર તેમનું સ્થાન કોણ લેશે તે હજુ જાણી શકાયું નથી.
વિશ્વનો પ્રથમ '24K ગોલ્ડ વોકવે'
જેમ થાઇલેન્ડમાં પુકેતમાં નાઇટ લાઇફ જોવા માટે હેપી સ્ટ્રીટ પર લોકો ઉમટે છે એમ હવે દુબઇમાં સોનાનો રોડ બની રહ્યો છે. સોનાનો રોડ એટલે નીચે કપચી-ડામરના બદલે સોનું પાથરેલું હશે અને તેની ઉપર ચાલવાનું. સંયુક્ત આરબ અમીરાત સોનાનો રોડ તૈયાર કરી રહ્યું છે. ૨૦૨૬ના અંત સુધીમાં વિશ્વનો પ્રથમ '૨૪-કેરેટ ગોલ્ડ વોકવે' રજૂ કરશે, જેની સપાટી ૨૪-કેરેટ સોનાથી મઢેલી હશે. વિશ્વમાં સોના માટે દુબઈને પસંદ કરાય છે. તેની ભવ્ય ઈમારતો, વૈભવી જીવનશૈલી અને સમૃદ્ધ સોનાના વેપાર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હવે દુબઇ વિશ્વનો પ્રથમ ૨૪-કેરેટ ગોલ્ડ વોકવે એટલે કે એક સુવર્ણ માર્ગ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. આ વોકવે દુબઈના 'ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ' માં સ્થિત હશે.




