મોટા માણસ કેટલા નાના .

- એક વાર્તા... બે ભાષામાં!
- Harish Nayak
- સાધુ કહે - 'બહુ સરસ. હા હવે એ પ્રાંતમાં આપણો તાલુકો બતાવશો?' જમીનદાર ચમક્યો.
- તે કહે - 'અરે મહારાજ! તમેય ખરા છો. આ દુનિયાના નક્શામાં તે વળી એવી નાની નાની વાતો આવતી હશે?'
એક જમીનદાર પોતાની જાતને ઘણો મોટો માનવી અને તેની જાગીર ઘણી મોટી હતી. એ વાતનો ઉલ્લેખ કરી આખો વખત તે કહેતો રહે, 'હું મોટામાં મોટી જાગીર ધરાવનાર મોટો માણસ છું.'
એક સાધુ ગામમાં આવ્યા. સૌ ગ્રામજનો તેમના દર્શને ગયા.
સાધુએ બધાનો પરિચય પૂછ્યો.
બધાએ પોતપોતાનો પરિચય આપ્યો. જ્યારે જમીનદારનો વારો આવ્યો ત્યારે તે કહે, 'મહારાજ ! હું આ ગામનો મોટામાં મોટો માણસ છું. મારી જાગીર સહુથી મોટી છે.'
સાધુ કહે - 'ઘણી સરસ વાત. આનંદ થયો જાણીને. હા, તમારી પાસે દુનિયાનો નક્શો હશે?'
જમીનદાર કહે, 'વાહ ! હું આવડો મોટો જમીનદાર છું અને મારી પાસે નક્શો પણ નહિ હોય શું ? છે જ.'
નક્શો આવ્યો.
સાધુ કહે - 'મોટા ભાઈ ! આ નક્શો દુનિયાનો જ છે કે ?'
'હા મહારાજ, દુનિયાનો જ છે. ઉપર લખેલું છે ને ?'
'ઠીક ત્યારે જરા આ દુનિયામાંથી આપણો દેશ ક્યાં છે, બતાવશો કે ?'
જમીનદાર કહે, 'આ રહ્યો આપણો દેશ.'
સાધુ કહે - 'સરસ, હવે એ દેશમાંથી આપણો ઇલાકો ક્યાં છે તે બતાવશો ?'
જમીનદારે આંગળી મૂકી ઇલાકો બતાવ્યો.
સાધુ કહે - 'સરસ. હવે એ ઇલાકામાં આપણો પ્રાંત ?'
આંગળીથી ન બતાવી શકાયું એટલે એક સળીની અણીથી એ જગા બતાવીને જમીનદાર કહે, 'અહીં આપણો પ્રાંત હોવો જોઈએ.'
સાધુ કહે - 'બહુ સરસ. હા હવે એ પ્રાંતમાં આપણો તાલુકો બતાવશો ?'
જમીનદાર ચમક્યો. તે કહે - 'અરે મહારાજ ! તમેય ખરા છો. આ દુનિયાના નક્શામાં તે વળી એવી નાની નાની વાતો આવતી હશે ?'
સાધુએ હસીને કહ્યું - 'અરે તમને તો એકદમ વહેલી ખબર પડી ગઈ ?'
જમીનદાર કહે - 'શાની ?'
સાધુ કહે - 'તમે કેટલા નાના છો એની.'
જમીનદાર કહે - 'હું નાનો છું ? કેવી રીતે ?'
સાધુ કહે - 'હજીય ન સમજ્યા ?'
જમીનદાર કહે - 'શું ?'
'મોટાભાઈ ! આ બ્રહ્માંડ કેટલું મોટું છે ? એમાં આપણો દેશ જ આટલો નાનો લાગે છે. દેશમાં ઇલાકો અડસટ્ટે બતાવી શકાય છે અને પ્રાંત તો દેખાતો જ નથી. અને પ્રાંત જ જ્યાં શોધ્યો જડતો નથી ત્યારે શહેર, ગામ અને ગામમાં તમારી મોટી જાગીરનું તો અસ્તિત્વ પણ ક્યાંથી હોય ? એટલે દુનિયાની દ્રષ્ટિએ આપણે કેટલા નાના માણસ છીએ એનો ખ્યાલ આવી
રહે છે !'
પેલા જમીનદારે કાન પકડયા. મોટા માણસ પણ કેટલા નાના હોય છે તેનો ખ્યાલ તેને આવી ગયો.
How Small Great Men Truly Are
H ow Small Great Men Truly Are. A landlord considered himself a very great human being, and his estate was very large. Referring to this fact all the time, he kept saying, "I am a great man holding the largest estate."
A monk arrived in the village. All the villagers went to seek his blessings.
The monk asked for everyone's introduction.
Everyone gave their respective introductions. When it was the landlord's turn, he said, "Oh Sage! I am the greatest man of this village. My estate is the largest."
The monk said, "A very nice thing. Delighted to know. Yes, would you happen to have a map of the world?"
The landlord said, "Wow! Am I such a big landlord and I wouldn't even have a map? Of course it is there."
The map arrived.
The monk said: "Big brother! Is this map truly of the world?"
"Yes Sage, it is of the world indeed. Isn't it written on top?"
"Alright then, would you please show where our country is in this world?"
The landlord said, "Here is our country."
The monk said: "Excellent, now would you show where our region is within that country?"
The landlord placed his finger and showed the region.
The monk said: "Excellent. Now, our province within that region?"
Since it could not be shown with a finger, pointing to that spot with the tip of a small stick, the landlord said, "Our province should be right here."
The monk said: "Very good. Yes, now would you show our sub-district within that province?"
The landlord was startled. He said: "Oh Sage! You are too much. Do such small details ever appear on this world map?"
The monk laughed and said: "Oh, did you figure it out so quickly?"
The landlord said: "Figure out what?"
The monk said: "How small you truly are."
The landlord said: "I am small? How?"
The monk said: "You still didn't understand?"
The landlord said: "What?"
"Big brother! How vast is this universe? In it, our country itself looks so tiny. Within the country, the region can only be shown by estimation, and the province is not even visible. And when the province itself cannot be found upon searching, where could there even be an existence for the city, the village, and your large estate inside that village? Therefore, from the world's perspective, we get an idea of what tiny human beings we are!"
That landlord held his ears in repentance. He realized just how small even "great men" truly are.








