Magazines

મીણબત્તીનો ઈતિહાસ .

By GS TEAM
19 Jun 20261 min read
મીણબત્તીનો ઈતિહાસ                        .

અજવાળા માટે દીવા અને મીણબત્તી  પૂરાણકાળથી ઉપયોગમાં લેવાય છે. મીણબત્તીની શોધ ઈ.સ. પૂર્વે ૨૨૧ના ગાળામાં ચીનમાં થઈ હોવાનું મનાય છે. તે જમાનામાં મીણ નહોતું પરંતુ વ્હેલની ચરબીમાંથી મીણબત્તીઓ બનતી. ભારતમાં કેટલીક વનસ્પતિને ઉકાળીને પણ મીણ બનાવાતું. ઈસવીસનની પ્રથમ સદીમાં બર્ફીલા પ્રદેશોમાં થતી કેન્ડલફીશ નામની માછલીનાં ચરબીનો મીણની જેમ ઉપયોગ થતો. આજે ઉપયોગમાં લેવાય છે તેવી મીણબત્તી ઈ.સ. ૧૭૯૦માં અમેરિકાના જોસેફ સેમ્પસને બનાવેલી. ત્યારબાદ મીણબત્તીનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ નખાઈ. એ જમાનામાં કલાકની ૧૫૦૦ મીણબત્તીઓ બને તેવાં મશીનો પણ શોધાયાં હતાં. ૧૮૫૦માં ક્રૂડમાંથી પેરેફીન મીણ મળવા લાગતાં મીણની મીણબત્તીઓ બનવા લાગી. આજે બર્થડેથી માંડીને ક્રિસમસની ઉજવણીમાં વિશ્વભરના લોકો મીણબત્તીનો ઉપયોગ કરે છે.