Magazines
ફનટાઈમ .
By GS TEAM
12 Jun 20261 min read

પપ્પુઃ મારે બે સવાલ પૂછવા છે.
પપ્પાઃ બોલ, પહેલો સવાલ.
પપ્પુઃ જેણે પહેલી વાર ઘડિયાળ બનાવી એણે ટાઇમ
કેવી રીતે સેટ કર્યો?
પપ્પાઃ (ગૂંચવાઈને) બીજો સવાલ પૂછ. પપ્પુઃ જેણે પહેલી વાર દહીં બનાવ્યું એને મેળવણ કોણે આપ્યું?
ડુગ્ગુઃ અંકલ, હેન્ડવોશ છે? દુકાનદારઃ (નાક સાફ કરતાં કરતાં) હા, છેને.
ડુગ્ગુઃ તો પહેલાં હેન્ડવોશથી
હાથ સાફ કરો અને મને
એક ક્રીમ રોલ આપો.
સાન્તાઃ બાન્તા, તું ઝાડની ડાળી પર ઊંધો કેમ લટકી રહ્યો છે? બાન્તાઃ કંઈ નહીં. માથાની ગોળી ખાધી છે એટલે ઊંધો લટકી રહ્યો છું... એ પેટમાં જતી ન રહે એટલે!









