Magazines

વાચકની કલમ .

By GS TEAM
11 Aug 20253 mins read
વાચકની કલમ                                                   .

પાંગરેલું યૌવન

દીઠા તમને મેં પનઘટ કિનારે

હૈયું મારું હરખાઈ રહ્યું

કમનીય કાયાને ઉન્નત ઉરોજો

હૃદયને પુલકિત કરી રહ્યા છે

તિખારા ધાખે છે, હજી પણ મુજને

જુના એ પ્રણના આજે

તારી ચમકતી આંખોની સામે

ચમકતા તારા તો કાંઈ જ નથી

પ્રેમ કરવો એકને ચાહવું અનેકને

એ તારી રસમ મને મંજુર નથી

તને હજી પણ ચાહી છે પ્રીયે

ફરી એ જ સત્ય હતું આજતુજને

સૌંદર્ય તારુ હજી વિકસી રહે

એવી આશા રાખી રહ્યો છું

સી. જી. રાણા (ગોધરા)

પિતા મારા પરમેશ્વર

વડલાની છાયામાં 

દેહને આરામ મળે

માવતરનો પ્રેમ સંતાનોને 

અપાર મળે

વહેલી સવારે પરિવાર કાજે ઘર 

છોડીને કામ કરે

મોડી-રાતે લોતપોથ 

થઈને ઘરે પાછા આવે

ખુદના મોજ-શોખ 

છોડીને સંતાનોની ઇચ્છા પૂરી કરે

સંતાનોના લાલન-પાલનમાં 

સંસ્કારોનું સિંચન કરે

સ્વભાવે બહુ તીખા હસતા 

મુખે ઠપકો તો આપે

સુખમાં કે નહીં દુ:ખમાં 

હિંમત ના હારે

જીવન ઘડતરના પાયામાં 

સદ્ગુણોનો ભંડાર મળે

'વિશ્વવિભૂતિ' પિતાશ્રીને 

વંદન કરતા શીશ નમે

વંદન કરું પિતાશ્રીને 

આપની આજ્ઞાામાં 

રહીએ અમે

પ્રભુકૃપાશ્રી વાત્સલ્યનો 

ધોધ સદા વહેતો રહે

પિતા મારા પરમેશ્વર 

દાસ બનીને સેવા કરીએ અમે

'આકાશ' માવતરનાં 

આશીર્વાદથી જ 

જીવનમાં શાંતિ રહે

કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)

અન્વેષણ

હુશ્નની બાસ એક ઝલક જોઈ

નજરમાં પાછો એ નજારો નથી આવતો

એ રીતે જોયું નગરના હર નાંકે

કે આંખોમાં એક પલકારો નથી આવતો

ચહેરા એમ અહીં બેસુમાર જોયા

નજરમાં તમારો ચહેરો નથી આવતો

દિલ કહો અહીં કરે પણ શું

લાખ કોશિશે કોઈ આરો નથી આવતો

તમન્ના એટલે તો વરસો થયા છે

કે ફરી પાછો આ જનમારો નથી આવતો

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવે)

કંઇક મળે છે

સુરજને હંમેશા સોળે  સજેલ ઉષા મળે છે

લાલ રતુંડી સિંદૂરવર્ણી  સંધ્યા મળે છે...

પુનમનો ચાંદ મલકે છે 

રૂપાળી ચાંદની સાથે

અમાસની અંધારી રાતમાં 

તારલા ઝળકે છે...

ભૂલા પડેલા વટેમાર્ગુને 

ક્યાંક તો માર્ગ મળે

ઉનાળાના તાપમાં કોઈકને 

શીતળતા મળે છે...

ડુંગરોના કઠણ પથ્થરોમાંથી 

એકલું અટુલું  નાનકડું વહેતું ઝરણું 

નદીને મળે છે...

સરિતાનું શમણું તો પિયુ 

મિલનનું હોય છે

ઘુઘવાતા સાગરને હજારો 

નદીઓ મળે છે...

કોઈને યાદમાં ફરિયાદ મળે, 

નિરાશા મળે

વત્તુ ઓછું સુખદુ:ખ 

ભરેલું જીવન મળે છે...

સૌને કંઈક મળવાનું ચક્ર 

ચાલ્યા જ કરે છે

મને શબ્દ સૃષ્ટિમાંથી 

સુંદર કવિતા મળે છે...

ભગુભાઈ ભીમડા (ભરૂચ)

થોડુ જવાય છે

માનવ મનની મતિએ થોડુ જવાય છે

મનછાઓ તો મરકટ સમી ઉછળકૂદ કરે

ક્યાં માનવ-માનવની તરફદારી કરે છે?

કોઈની જોરાવર તાકાતે થોડું જવાય છે

સારા-નરસા વર્તને થોડું જવાય છે

જગતને ઝૂકાવી શકાય છે 

માનવ થકી જ્યાં

મોહિત થનારને નજરે થોડું જવાય છે

રામના આદર્શો અપનાવવા જેવા છે

રાવણ રાજે થોડું જવાય છે જગમાં

અહંકાર બળે જગ થોડું જીતી જવાય છે

મતિ એ મતિ ભિન્ન છે ક્યાં સમજાય છે

પરેશ જે. પુરોહિત (કલોલ-રણાસણ)

તું મને ગમે છે

મુખડે ચમક ચમકાવતી

હોઠે સ્મિત સરકાવતી

ગાલે ખંજન ખિલાવતી

તું મને ગમે છે...

તું મને ગમે છે...

હાથે કંગન હલાવતી

પગે ઝાંઝર ઝમકારતી

લલાટે બિંદી લગાવતી

તું મને ગમે છે...

નયન નેણને નિખવતી

કેશ કલાને કંડાળતી

વાકછટાને છલકાવતી

તું મને ગમે છે...

જીદ કરીને જકડતી

મન ભરીને મહેંકતી

દિલ મૂકીને દીપાવતી

તું મને ગમે છે...

સંબંધ હંમેશ સાચવતી

હેત અહર્નિશ હરખાવતી

પ્રેમ સદૈવ પ્રસરાવતી

તું મને ગમે છે...

પ્રજાપતિ રમેશભાઈ ઈશ્વરભાઈ (કંચનપુર)

તો ક્યા હુઆ!

પથ્થર સે સીસા તોડા 

તો ક્યા હુઆ..!

સીસે સે પથ્થર તોડો તો કહું...

દિલ સે દિલ જોડા તો ક્યા હુઆ..!

બેદર્દી સે  દિલ જોડો તો કહું

અપનોં સે અપના બનાયા 

તો ક્યા હુઆ..!

પરાયા  સે અપના બના લો તો કહું...

ધન સે ખુશી મીલી તો ક્યા હુઆ...

દર્દ સે ખુશી લો તો કહું

કર્મો સે આંસુ બહાયા 

તો ક્યા હુઆ..!

ઔરો કી ખુશી સે 

આંસુ બહાવો તો કહું...

દોસ્તોં સે હાથ બઢાયા તો ક્યા હુઆ

દુશ્મનન સે હાથ મિલાઓ તો કહું

ખુશ્બુ સે આનંદ પાયા 

તો ક્યા હુઆ...!

પ્રેમ સે જી બહલાઓ તો કહું...

જ્યોત મેં રોશની બઢાઈ 

તો ક્યા હુઆ

અંધેરે મેં રોશની જલાવો તો કહું

આદમી નામ પર સંસાર મેં 

આયા તો ક્યા હુઆ..!

સબબ આદમી કા શીખ લો તો કહું..!

અકબર સોરઠિયા

સમય

સમય સમયનું કેવું કામ કરી ગયો

કામ પતાવી ધીમેથી તે સરી ગયો

બે ઘડીની મિલનની આશા આપી

આંખોમાં સ્વપ્ન ભંડાર ભરી ગયો

સમયની આગળ ભાગવાની જીદમાં

ઘડિયાળના ટકોરાથી તે ડરી ગયો

મોહબ્બતમાં નશીલી યાદોની સાથે

પ્રેમના વહાણમાં બેસીને તરી ગયો

મુલાકાતની મોહકતા માણી ત્યાં તો

જાણે પાંપણના પલકારે ખરી ગયો

દર્શિતા બાબુભાઈ શાહ (અમદાવાદ)