Magazines

અજમાવી જૂઓ .

By GS TEAM
22 Jun 20261 min read
અજમાવી જૂઓ                                                  .

લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે.

મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી. દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં. દાળ બરાબર વટાશે તો જ મેંદુવડા સારા થશે.

-   હવાચુસ્ત ડબ્બામાં પાણી ભરી તેમાં લીંબુ રાખી ડબ્બાને રેફ્રિજરેટરમાં રાખવાથી લીંબુ લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે. ઉપરાંત તે લીંબૂ રસાદાર બનતા રસ વધુ નીકળે છે.

-   સમોસા, ઘુઘરા જેવી વાનગી બનાવવાના લોટના લુવા પૉલિથિન બેગમાં રાખાવાથી સૂકાશે નહીં જેથી લોટ વારંવાર મસળવો નહીં પડે.

-  મહેંદીને એક-બે કલાક આમલીના પાણીમાં પલાળી રાખી લગાડવાથી મહેદીનો રંગ ઘેરો આવે છે.

-  શરીર, કપડાં, કે વાળ પર ચ્યુઇંગમ ચોંટી ગઇ હોય તો બરફનો ટુકડો ઘસવાથી સરળતાથી નીકળી જશે.

-   જૂતામાંથી 'ચર-ચર' અવાજ આવતાં હોય તો ટરપેઇનટાઇનનું થોડું તેલ નાંખી રગડવું. અવાજ બંધ થઇ જશે.

-     શરીર પર ગરમ પાણી પડવાથી દાઝી જવાય તો તરત જ દાઝ્યા પર વનપસ્તિ ઘી લગાડી દેવાથી ફોડલાં નહીં પડે.તેમજ બળતરા શાંત પડી જશે.

-     ઢોસાના ખીરામાં અડધું લીંબુ નિચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં.

- મીનાક્ષી તિવારી